ટ્રેન્ડિંગમનોરંજન

પ્રભાસની સાલારે રચ્યો ઈતિહાસઃ ફિલ્મના નામે નોંધાયો અનોખો રેકોર્ડ

Text To Speech
  • હવે પ્રભાસની ‘સાલાર’એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં કુલ 700 કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રભાસની ‘સાલાર’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે.

મુંબઈ, 10 જાન્યુઆરીઃ સુપરસ્ટાર પ્રભાસની ‘સાલાર’ બોક્સ ઓફિસ પર હજુ પણ છવાયેલી છે. તેની કમાણી અટકવાનું નામ લઈ રહી નથી. દરરોજ આ ફિલ્મ દેશ-વિદેશમાં કરોડો રૂપિયાનું કલેક્શન કરી રહી છે. હવે પ્રભાસની સાલારે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં કુલ 700 કરોડનો બિઝનેસ કર્યો છે. પ્રભાસની ‘સાલાર’એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલનના જણાવ્યા અનુસાર, ‘સાલાર’ એ 19માં દિવસે વિશ્વભરમાં 6.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે પ્રભાસની ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે અને 700 કરોડની ક્લબમાં પ્રવેશ કરી દીધો છે. અત્યાર સુધી ફિલ્મની કુલ કમાણી 700.37 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

‘સાલાર’એ બોક્સ ઓફિસ પર ગદર-2ને રાખી પાછળ

પ્રભાસની ‘સાલાર’એ સની દેઓલની 2023માં રીલીઝ થયેલી ફિલ્મ ગદર-2ની વર્લ્ડવાઈડ કમાણીના રેકોર્ડ તોડી નાંખ્યા છે. ‘સાલાર’એ 18 દિવસમાં 694 કરોડની કમાણી સાથે આ રેકોર્ડ તોડી દીધો છે. ‘સાલાર’ શાહરુખખાનની ડંકીના એક દિવસ બાદ થિયેટર્સમાં રીલીઝ થઈ હતી. જોકે કમાણીની બાબતમાં ‘સાલાર’એ ડંકીને ઘણી પાછળ રાખી દીધી છે.

આ પણ વાંચોઃ દીકરીના લગ્ન પ્રસંગે ઉત્સાહિત આમિર ખાને મહેંદી મૂકાવી, કર્યો ડાન્સ 

Back to top button