ટ્રેન્ડિંગમનોરંજન

શાહરૂખની ડંકી સાથે જ રીલીઝ થશે પ્રભાસની સાલાર, આ છે મોટુ કારણ

  • શાહરૂખ ખાનની ‘ડંકી’ 21મી ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. રાજકુમાર હિરાણી સાથે શાહરૂખની આ પહેલી ફિલ્મ છે. આ વર્ષે ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો સાથે શાનદાર ફોર્મમાં રહેલો શાહરૂખ તેની ત્રીજી હિટ આપવા માટે તૈયાર છે.

પ્રભાસ સ્ટારર ફિલ્મ સાલાર પાર્ટ-1ની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું એનાઉન્સમેન્ટ બહુ પહેલા થઈ ગયું હતુ, પરંતુ તેને રીલીઝ થવામાં મોડુ થઈ ગયુ છે. હવે જ્યારે ફિલ્મ રીલીઝ થઈ રહી છે ત્યારે તેની કોમ્પિટિશનમાં બે મોટી ફિલ્મો આવી ચુકી છે. એક છે શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી અને બીજી છે એક્વામેન-2, જે હોલિવુડની ફિલ્મ છે. હવે સાલારના પ્રોડ્યુસરે જણાવ્યું છે કે શા માટે તેમણે આ બંને ફિલ્મો સાથે સાલારને રિલીઝ કરવાનો નિર્ણય લીધો.

શાહરૂખ ખાનની ‘ડંકી’ 21મી ડિસેમ્બરે રિલીઝ માટે તૈયાર છે. રાજકુમાર હિરાણી સાથે શાહરૂખની આ પહેલી ફિલ્મ છે. આ વર્ષે ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી ઓલ-ટાઇમ બ્લોકબસ્ટર ફિલ્મો સાથે શાનદાર ફોર્મમાં રહેલો શાહરૂખ તેની ત્રીજી હિટ ફિલ્મ આપવા માટે તૈયાર છે. પરંતુ તેની છેલ્લી બે ફિલ્મોની જેમ આ વખતે પણ રસ્તો સાવ સ્પષ્ટ નથી.

પ્રભાસને પાન ઈન્ડિયાનો સ્ટાર કહેવામાં આવે છે, તે થિયેટરોમાં ડંકી સાથે ટક્કર કરી રહ્યો છે. KGF ફ્રેન્ચાઇઝીના નિર્માતા પ્રશાંત નીલ આ વખતે પ્રભાસને વિસ્ફોટક એક્શન અવતારમાં લાવી રહ્યા છે. તેથી ‘સાલાર’ માટે પણ વાતાવરણ મજબૂત છે. બંને ફિલ્મો પ્રખ્યાત નિર્દેશકો અને સ્ટાર્સની છે, તેથી ક્લેશ પણ જોરદાર છે. આ ક્લેશ થોડા મહિના પહેલા જ નક્કી થઈ ચુક્યો છે. શાહરૂખની ‘ડંકી’ની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી તે 2023ના ક્રિસમસ વીકએન્ડ માટે નક્કી કરવામાં આવી હતી. જ્યારે ‘સાલાર’ અગાઉ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ મુલતવી રાખ્યા બાદ તેની રિલીઝ ડેટ બદલીને 22 ડિસેમ્બર કરવામાં આવી હતી. શા માટે સાલારની ડેટ પોસ્ટપોન કરવામાં આવી?

વીએફએક્સ અને જ્યોતિષ એમ બે છે કારણો

સાલાર પહેલા 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની પાછળ બે કારણો જવાબદાર છે. પ્રોડ્યુસર વિજય કિરાગંદૂરે કહ્યુ કે એક ફીચર ફિલ્મ માટે ખુબ જ કામ હોય છે, પછી ભલે તે મ્યુઝિક હોય, વીએફએક્સ, ડબિંગ હોય કે સાઉન્ડ. વીએફએક્સની ટીમને ઓગસ્ટના અંત સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી, પરંતુ અમને મિડ સુધી માત્ર 50 ટકા વીએફએક્સ જ મળ્યું હતુ. એ સમયે અમને લાગ્યુ કે અમે 28 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ નહીં કરી શકીએ અને અમે ફિલ્મ પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો.ત્યારબાદ અમે સપ્ટેમ્બર 2023થી મે 2024 સુધીની તારીખો જોઈ અમને જે ડેટ યોગ્ય લાગી તે હતી 22 ડિસેમ્બર. બોલિવુડ ફિલ્મો તે દિવસે રિલીઝ થઈ રહી હતી, પરંતુ અમે વિચાર્યુ ડિસેમ્બર એન્ડિંગ છે તો લોકો હોલિડે એન્જોય કરશે.

વિજયે એ પણ કબૂલ્યું હતું કે તેનું પ્રોડક્શન હાઉસ જ્યોતિષમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે અને આ સંદર્ભમાં પણ 22મી ડિસેમ્બર સારી તારીખ હતી. અમે અમારી માન્યતાઓને આધારે તારીખ જાહેર કરી. અમે અમુક બાબતોમાં દ્રઢપણે માનીએ છીએ. અમે છેલ્લા 10-12 વર્ષથી આવી તારીખોની જાહેરાત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આમ કરતા રહીશું. વિજયે કહ્યું કે આ કારણોસર 21 ડિસેમ્બરે આવી રહેલી ‘ડિંકી’ અને હોલીવુડની ફિલ્મ ‘એક્વામેન’ને મેચ કરવાને બદલે તેણે તેની ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કર્યુ.

આ પણ વાંચોઃ કાર આપમેળે જગ્યા શોધીને થઈ જશે પાર્ક, જાણો શું છે Teslaનું નવું ટેપ-ટુ-પાર્ક ફીચર

Back to top button