Adipurush ટ્રેલર લોંચ, કૃતિ સેનને કહ્યું- ‘પ્રભાસ રામ જેટલો સરળ છે’,


ઘણા મહિનાઓની લાંબી રાહ બાદ આખરે ‘Adipurush’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ, દિગ્દર્શક ઓમ રાઉત અને નિર્માતા ભૂષણ કુમાર મુંબઈમાં 9મી મેના રોજ ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા. કૃતિ સેનન છેલ્લે ‘શહેજાદા’માં જોવા મળી હતી, અને હવે તે જાનકી તરીકે સંપૂર્ણપણે બદલાયેલા અવતારમાં જોવા મળશે. ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં, કૃતિ સેનને તેના કો-એક્ટર પ્રભાસના વખાણ કર્યા.
View this post on Instagram
‘Adipurush’ના ટ્રેલર લોન્ચમાં ફિલ્મના કલાકારો અને ક્રૂ હાજર રહ્યા હતા. કૃતિ સેનન પ્રથમ વખત પ્રભાસ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે અને તે સુપરસ્ટારના વખાણ કરતી જોવા મળી. ઈવેન્ટ દરમિયાન જ્યારે પ્રભાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કૃતિએ તેના કો-સ્ટારના વખાણ કર્યા હતા. તેણે કહ્યું, ‘પ્રભાસ પ્રભુ રામ જેટલો સરળ છે, હું એટલું જ કહી શકું છું.’ ફિલ્મ ‘Adipurush’ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે.
કૃતિ સેનનની આગામી ફિલ્મો
તમને જણાવી દઈએ કે કૃતિ સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચાર ઘણા મહિનાઓથી આવી રહ્યા છે, કારણકે તેઓ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. કૃતિ બોલીવુડની ટોચની અભિનેત્રી છે. તે છેલ્લે કાર્તિક આર્યન સાથે ‘શહેજાદા’માં જોવા મળી હતી. તે હવે પછી પ્રભાસની સામે ‘આદિપુરુષ’માં જાનકીના પાત્રમાં જોવા મળશે.