ટ્રેન્ડિંગમનોરંજન

પ્રભાસની કરિયર દાવ પર? સાલાર નક્કી કરશે ભવિષ્ય!

  • સાઉથના ટ્રેડ પંડિત રમેશ બાલા કહે છે, ‘બાહુબલી રિલીઝ થયા પછી પ્રભાસે જે પ્રકારનું સ્ટારડમ બનાવ્યું, તેનાથી તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી ગઈ હતી. એમાં કોઈ મત નથી કે પ્રભાસના કારણે પેન ઈન્ડિયા એક્ટરનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે.

વર્ષના અંતમાં પેન ઈન્ડિયાના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને પ્રભાસ એકબીજાની સામે ટકરાવાના છે. એક તરફ શાહરૂખ રાજકુમાર હિરાની સાથે ડંકી લઈને આવી રહ્યો છે, તો બીજી તરફ પ્રભાસની સાલાર ફિલ્મ પણ તે જ દિવસે રિલીઝ થઈ રહી છે. ટ્રેડ પંડિતો માને છે કે પ્રભાસની કારકિર્દી માટે સાલાર હિટ થાય તે ખૂબ જ જરૂરી છે, કેમકે છેલ્લા ઘણા સમયથી તે ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહ્યો છે.

સાઉથના ટ્રેડ પંડિત રમેશ બાલા કહે છે, ‘બાહુબલી રિલીઝ થયા પછી પ્રભાસે જે પ્રકારનું સ્ટારડમ બનાવ્યું, તેનાથી તેની પાસેથી અપેક્ષાઓ પણ વધી ગઈ હતી. એમાં કોઈ મત નથી કે પ્રભાસના કારણે પેન ઈન્ડિયા એક્ટરનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. જોકે, બાહુબલી પછી પ્રભાસ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી. બોલિવૂડ હોય કે સાઉથ, તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર એવરેજ રહી છે. ખાસ કરીને હિન્દી બેલ્ટમાં તેની રિલીઝ થયેલી ફિલ્મો રાધેશ્યામ અને આદિપુરુષ ફ્લોપ રહી છે.’

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

રમેશ વધુમાં કહે છે, ‘આપણી ઈન્ડસ્ટ્રીમાં હંમેશા ઉગતા સૂર્યને નમસ્કાર કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં ઘણા નિર્માતા પ્રભાસ પર પૈસા લગાવવાથી બચી રહ્યા છે. ઘણા લોકો સાલારની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે સાલાર પ્રભાસની કારકિર્દીની દિશા નક્કી કરવામાં તે મુખ્ય ભૂમિકા ભજવશે. જો ફિલ્મ ફ્લોપ જશે તો પ્રોડ્યુસર તેની પર પૈસા લગાવતા અચકાશે અને તેનું સ્ટારડમ હાલક ડોલક થશે.

શું કહે છે સાલારના પ્રોડ્યુસર

સાલારના પ્રોડ્યુસર વિજય કહે છે કે હું તે વાત સાથે સહમત નથી. દરેક એક્ટરની કરિયરમાં ચઢાવ ઉતાર આવતા રહે છે. પ્રભાસે પેન-ઈન્ડિયાનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે, તેની જબરજસ્ત ફેન ફોલોઈંગ રહી છે. બાહુબલીના ગ્રોસની વાત કરીએ અને તેમાં સાઉથ અને નોર્થની કમાણીને જોડી દેવામાં આવે તો આજે પણ પ્રભાસ હાઈએસ્ટ ગ્રોસ વાળા એક્ટરના લિસ્ટમાં ટોપ પર આવે છે. તેની ફિલ્મો ભલે ન ચાલી, પરંતુ તેનું કરિયર સાલાર પર ટકેલું છે તે કહેવું ખોટું ગણાશે.

આ પણ વાંચોઃ લોટરીમાં 100 કરોડ જીત્યા પછી પણ ટ્રકના માલિકને બદલે ટ્રક ડ્રાઈવર છે આ ભાઈ!

Back to top button