બાહુબલી સ્ટાર પ્રભાસ બિમાર, ‘Adipurush’નું અટક્યું શૂટિંગ !


સાઉથ સુપર સ્ટાર પ્રભાસની તબિયત હાલ ખરાબ છે, જેના કારણે નિર્દેશક ઓમ રાઉતના નિર્દેશનમાં બની રહેલી તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Adipurush’નું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું છે.

ફિલ્મના સેટ પર પ્રભાસની તબિયત બગડી
ફિલ્મના સેટ પર જ પ્રભાસની તબિયત અચાનક બગડી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાહુબલી અભિનેતાને વધુ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યું હતું. આ પછી ડોક્ટરોએ પ્રભાસને થોડા દિવસ યોગ્ય આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે પ્રભાસ સ્ટારર ‘Adipurush’ફિલ્મ નું શૂટિંગ થોડા દિવસો માટે અટકાવવામાં આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રભાસ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ ‘Adipurush’ના સેટ પર પાછો આવશે. સમાચાર સામે આવ્યા છે કે તેના ફેન્સ પ્રભાસના ઝડપી સાજો થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છે કે- પ્રભાસે ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ દ્વારા પોતાના ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.