નેશનલ

‘પ્રભાકરન જીવીત છે’, તમિલ નેતાએ LTTE ચીફ વિશે કર્યો ચોંકાવનારો દાવો

Text To Speech

એલટીટીઇના વડા પ્રભાકરનને લઈને એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.  તમિલનાડુના તંજાવુરમાં એક નિવેદન જારી કરીને વર્લ્ડ કોન્ફેડરેશન ઓફ તમિલના પ્રમુખ પી નેદુમારને દાવો કર્યો છે કે પ્રભાકરન જીવીત છે. જણાવી દઈએ કે શ્રીલંકાની સેનાએ 2009માં એક સૈન્ય ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં પ્રભાકરનને માર્યા ગયાનું કહેવામાં આવ્યું હતું. નેદુમારને કહ્યું, હું પુષ્ટિ કરી શકું છું કે તમિલ રાષ્ટ્રીય નેતા પ્રભાકરન જીવિત છે. તેણે એમ પણ કહ્યું કે તે પ્રભાકરનના પરિવારની સંમતિથી આ ખુલાસો કરી રહ્યો છે. નેદુમારને દાવો કર્યો હતો કે એલટીટીઇ ચીફ જીવિત અને સ્વસ્થ છે. તે ટૂંક સમયમાં બહાર આવશે અને તમિલોના સારા જીવન માટે નવી યોજનાની જાહેરાત કરશે.

‘પ્રભાકરન માટે બહાર આવવાનો યોગ્ય સમય’

તંજાવુરમાં મુલ્લીવૈક્કલ મેમોરિયલ ખાતે મીડિયા સાથે વાત કરતા નેદુમારને કહ્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને શ્રીલંકામાં રાજપક્ષેના શાસન સામે સિંહાલી લોકોના બળવાખોરને જોતા પ્રભાકરન માટે બહાર આવવાનો આ યોગ્ય સમય છે. આ સાથે નેદુમારને ઈલમ તમિલો (શ્રીલંકન તમિલો) અને વિશ્વભરના તમિલોને પ્રભાકરનને સંપૂર્ણ સમર્થન આપવા માટે એકજૂટ રહેવા અપીલ કરી હતી. તેમણે તમિલનાડુ સરકાર, પક્ષો અને તમિલનાડુના લોકોને પ્રભાકરનની સાથે ઊભા રહેવાનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો : ‘બૉમ્બ બ્લાસ્ટ થવાનો છે’, મુંબઈ પોલીસને ધમકી ભર્યો કોલ, પોલીસ એલર્ટ

 LTTE નેતાનો સંમતિનો દાવો

એક પ્રશ્નના જવાબમાં નેદુમારને જણાવ્યું હતું કે તે પ્રભાકરનના પરિવારના સભ્યોના સંપર્કમાં છે, જેમણે તેની રિકવરી વિશે માહિતી આપી છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેને આ માહિતી જાહેર કરવા માટે LTTE નેતા પાસેથી સંમતિ મળી છે.

આ પણ વાંચો : અદાણી મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત, લોકસભામાં કાર્યવાહી ચાલુ

Back to top button