અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી મોટો ધમાકો થયો છે. આ ધમાકો રશિયાના દૂતાવાસની નજીક દારુલ અમન રોડ પર થયો છે. આ ધમાકાના કારણે હડકંપ મચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા ટાઈક કરી દેવામા આવી છે. આ વિસ્તારમાં 72 કલાકમાં બીજો બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાની લોકો વિઝા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. જેમાં 2 રશિયન સહિત 20 અફઘાની લોકોના મોત થયા છે.
Two employees of the Russian embassy in Kabul were killed in a terrorist attack, according to the Russian Foreign Ministry. According to preliminary data, this is the second secretary of the embassy and a representative of the security service. pic.twitter.com/P5NIMc1Kh9
— Malinda ???????? ???????? ???????? ???????? (@TreasChest) September 5, 2022
આ અગાઉ પણ બ્લાસ્ટની ઘટના બની હતી
ગત શુક્રવારે અફઘાનની ગુજારગાહ મસ્જિદમાં બપોરના નમાઝના સમયે મોટો ધમાકો થયો હતો. જેમાં 18 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. ત્યારે આ 72 કલાકની અંદર જ બ્લાસ્ટની બીજી ઘટના બની છે.