ફિલિપાઈન્સમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રાજધાની મનિલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 નોંધવામાં આવી છે. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. જોકે આ ભૂકંપનું કેન્દ્ર મનીલાથી લગભગ 336 કિમી ઉત્તરે હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિમીના કેન્દ્રમાં માપવામાં આવી છે.
ફિલિપાઈન્સમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે બુધવારે ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પર 7.1-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રાજધાની મનીલા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જ્યારે તેનું કેન્દ્ર જમીનથી 10 કિમી અંદર હોવાનો દાવો કરાયો છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના ડોલોરેસ શહેરથી લગભગ 11 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું.
સદનસીબે કોઈ જાનહાની નહી
ઉત્તરી ઇલોકોસ સુર પ્રાંતના કોંગ્રેસમેન એરિક સિંગસને DZMM રેડિયો સ્ટેશનને જણાવ્યું કે ભૂકંપનો આંચકો જોરદાર રીતે અનુભવાયો હતો. “કંપ 30 સેકન્ડ કે તેથી વધુ સમય સુધી ચાલ્યો. મને લાગ્યું કે મારું ઘર તૂટી જશે,” તેમણે કહ્યું. “હવે અમે લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે આંચકા આવી રહ્યા છે તેથી અમે અમારા ઘરની બહાર છીએ.” આ સિવાય પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મનીલામાં પણ ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા અને ભૂકંપ બાદ શહેરની મેટ્રો રેલ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી હતી. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રાજધાનીમાં સેનેટ બિલ્ડિંગને પણ ખાલી કરાવવામાં આવી છે. રાજ્યની સિસ્મોલોજી એજન્સીના ડિરેક્ટર રેનાટો સોલિડમે DZMM રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે ભૂકંપને કારણે અબ્રામાં નુકસાન થયું છે, પરંતુ મનીલામાં નુકસાન જોવા મળ્યું નથી.
ગત મહિનો ફાટ્યો હતો જ્વાળામુખી
ગયા મહિને જૂનમાં મધ્ય ફિલિપાઇન્સમાં એક તોફાની જ્વાળામુખી ફાટ્યો હતો. આ જ્વાળામુખીમાંથી એટલી બધી રાખ નીકળી કે આકાશમાં ઓછામાં ઓછા 1 કિમી સુધી રાખના વાદળો દેખાતા હતા. સત્તાવાળાઓએ બુલુસન પર્વત પર એલર્ટ જાહેર કર્યું હતું. આ સાથે નાગરિકોને જોખમી વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી હતી.