ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આજે સુનાવણી; રાજ્યમાં ભાજપની સરકાર બની શકે છે કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

Text To Speech

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે મોટા સમાચાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના મંત્રી રાવસાહેબ દાનવેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે.

તો બીજી તરફ આ સત્તાનો સંગ્રામ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. 16 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરે આપેલી નોટિસને કોર્ટમાં પડકાર્યો છે. ધારાસભ્યોએ આ મામલે સોમવારે તાત્કાલિક સુનાવણીની માગ કરી છે, ત્યારે સુપ્રીમ કોર્ટ આજે આ અંગે સુનાવણી કરશે. શનિવારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે 16 ધારાસભ્યોને સભ્યતા રદ કરવાની નોટિસ મોકલી હતી.

કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ સંકેત આપ્યા છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે

સામનામાં હોર્સટ્રેડિંગનો આરોપ
શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. જેમાં ધારાસભ્યોને ખરીદવામાં આવ્યા હોવાનું લખવામાં આવ્યું હતું. સામનામાં ખુલ્લા શબ્દોમાં લખવામાં આવ્યું છે કે કેન્દ્રને લાગે છે કે આ ધારાસભ્યોનો અર્થ એવો છે કે તેઓ લોકશાહી, સ્વતંત્રતાના રક્ષક છે, તેથી તેઓ તેમનો વાળ પણ નુકસાન થવા દેશે નહીં. વાસ્તવમાં આ લોકો 50-50 કરોડમાં વેચાતા ‘બિગ બુલ્સ’ છે.

આદિત્ય ઠાકરેએ શિંદે પર સાધ્યું નિશાન
આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે એકનાથ શિંદેને 20 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો. કહ્યું- અમે શરીફ શું થયા, દુનિયા બદમાશ થઈ ગઈ… બાળાસાહેબ હોત તો જવાબ આપત.

આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે એકનાથ શિંદેને 20 મેનાં રોજ મુખ્યમંત્રી બનવાની ઓફર ઉદ્ધવજી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ તેમને આ ઓફર બાદ પણ બળવો કર્યો

શિંદેએ રાજ ઠાકરે સાથે વાત કરી
એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી. તેમને રાજ સાથે તેમની તબિયતની વાત કરી. સાથે જ વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ વાત કરી. શિંદેએ એક ટ્વીટ કરીને કહ્યું કે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને બાળાસાહેબની શિવસેના માટે અમારે મરવું પડે તો અમે તેને અમારું ભાગ્ય સમજીશું.

શિંદે જૂથ MNSમાં ભળી શકે છે
સૂત્રોના દ્વારા મળતી માહિતી શિંદે ગ્રુપ વિલય માટે  વિકલ્પો શોધી રહ્યું છે. જો શિંદે જૂથના વિલીનીકરણનો સમય આવશે તો આ જૂથ પણ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માં જોડાઈ શકે છે. શિંદે જૂથ MNSને મર્જર માટે મુખ્ય વિકલ્પ તરીકે જોઈ રહ્યું હોવાનું કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ વારંવાર કહ્યું છે કે તેઓ હિન્દુત્વ માટે અલગ થઈ રહ્યા છે. તેમનું હિન્દુત્વ બાલાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છે.  તાજેતરના સમયમાં રાજ ઠાકરે દ્વારા ભજવવામાં આવેલી હિન્દુત્વની ભૂમિકા બાળાસાહેબ ઠાકરે જેવી જ છે. એવી અટકળો છે કે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ MNS સાથે ભળી શકે છે.

Back to top button