ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આસામમાં હવે વીજ કાપ ક્યારેય નહી થાયઃ ટાટા પાવર

Text To Speech

અમદાવાદ, 26 ફેબ્રુઆરી, 2025: આસામમાં વીજ કાપ ક્યારેય થશે નહી તેમ મનાય છે કેમ કે ટાટા પાવર સોલાર રુફટોપ, ઊંચી તીવ્રતાવાળા રિન્યુએબલ પાવર અને જાહેર ચાર્જીંગને ધ્યાનમાં રાખતા ઇવી પર ફોકસ કરી રહી છે એમ ટાટા પાવરના મેનેજિંગ ડિરેક્ટર અને ચિફ એક્ઝિક્યુટીવ પ્રવીર સિન્હાએ આસામ અને પડોશી દેશોમાં કંપનીના ભવિષ્યની રોકાણ યોજનાઓ પર વિગતો આપતા જણાવ્યું હતું.

તેમણે 25 ફેબ્રુઆરીના રોજ એક ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતુ કે કંપનીએ આસામ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં રાજ્યમાં 5 GW રિન્યુએબલ અને ક્લીન એનર્જી પ્રોજેક્ટ્સ ડેવલપ કરવા માટેના કરાર સહિત મુખ્ય પ્રોજેક્ટ્સ પર રૂ. 30,000 કરોડ સુધીની રોકાણ યોજનાની પણ જાહેરાત કરી હતી.

સિંહાએ રોકાણના લક્ષ્યો વિશે જણાવ્યું હતું કે ટાટા પાવર ભૂટાનમાં પાવર પ્લાન્ટ બનાવવા વિચારી રહી છે, જે આસામને 24*7 વીજળી પૂરી પાડશે. હાલમાં, 500 મેગાવોટ પાવર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જે ભૂટાન સરહદથી ત્રણ કિલોમીટર અંદર સ્થિત છે, અને નજીકના ભવિષ્યમાં 1,000 MV ક્ષમતાના બે વધુ પાવર પ્લાન્ટ્સ બનવાની અપેક્ષા છે.

સિંહાએ એમ પણ કહ્યું કે ટાટા ગ્રુપની કંપની તેના સૌથી મોટા પ્રયાસોમાંના એક અંતર્ગત એક લાખ ઘરોને રોશની આપવાનો ઇરાદો ધરાવે છે. આસામના વિકાસના માર્ગને આગળ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરતા સિંહાએ નોંધ્યું કે સરકાર તરફથી મળેલો ટેકો ‘અતુલનીય’ છે અને રાજ્ય દક્ષિણ એશિયા અને અન્ય ઉત્તરપૂર્વીય રાજ્યો માટે પ્રવેશદ્વાર બની શકે છે. સિંહાએ ખાતરી આપી કે ટાટા પાવર આ વિકાસમાં ભાગીદાર રહેશે.

ટાટાની પહેલ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં 30,000 રોજગાર અને સંયુક્ત રીતે 50,000 રોજગારનું સર્જન કરશે એવો કંપનીએ દાવો કર્યો હતો. હાઇડ્રોજન આધારિત વીજળીના ભવિષ્ય વિશે બોલતા, તેમણે જણાવ્યું હતું કે તે આવશે પણ હમણાં નહીં. પરમાણુ ઊર્જા અંગે સરકારના પોલિસી  નિર્ણય અને કાયદામાં સુધારાની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચોઃ PM મોદી ધોલેરામાં ટાટાના સેમીકન્ડકટર વેફર ફેબ પ્લાન્ટનું ભૂમિ પૂજન કરશે

Back to top button