શિવલિંગ ઉપર શેરડીનો રસ ચઢાવવાથી દૂર થાય છે ગરીબી


હિંદુ ધર્મમાં માન્યતા રાખનાર લોકો માટે શિવલિંગનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે શિવલિંગમાં ભગવાન શિવશંકર રહે છે. કહેવાય છે કે શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શંકર ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના દરેક દુખો દૂર કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરવાની એક ખાસ વિધિ હોય છે જેને ધ્યાનમાં રાખવી જોઇએ. કહેવામાં આવે છે કે આ વિધિનું પાલન કરીને શિવલિંગની પૂજા કરવાથી ભગવાન ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. એક માન્યતા છે કે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભગવાન શિવની કૃપા રહે છે અને ભક્તની ગરીબી દૂર થાય છે. એના માટે એક ખાસ વિધિ કહી છે.

જે વ્યક્તિ દેવામાં ડૂબેલો રહે છે એને શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવો જોઇએ. શિવલિંગ પર રસ ચઢાવતી ‘ સમયે ૐ નમ: શિવાય મંત્રનો જાપ પણ કરતા રહેવું જોઇએ. આવું કરવાથી ભગવાન શિવ એ ભક્તની આર્થિક પરેશાનીઓને દૂર કરે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે મંગળવારના દિવસે લોન લેતા બચવું જોઇ અને લીધેલી લોનનો પહેલો હપ્તો મંગળવારે ચૂકવવો જોઇએ નહીં. આવું કરવાથી ભગવાન શિવ નારાજ થઇ શકે છે અને તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આર્થિક પરેશાનીઓને દૂર કરવા માટે દરરોજ સવારે પક્ષીઓને દાણા નાંખવા જોઇએ. જેનાથી તમારી ધનની સમસ્યા પણ દૂર થાય છે