ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે લેવાનારી જુનીયર ક્લાર્કના પેપર લીક મામલે મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વડોદરાના એક ટ્યૂશન ક્લાસીસમાંથી પેપર ફરતું થયું છે. જો કે, આ ક્લાસીસમાં પેપર ક્યાંથી આવ્યું તેને લઈને તપાસ ચાલું છે. મળતા પ્રાથમિક અહેવાલ અનુસાર આ કેસમાં વધુ 12 શખ્સોની અટકાયત કરી લેવાઈ છે.
આ પણ વાંચો : જુનિયર કલાર્ક પર ગ્રહણ : વિદ્યાર્થીઓનો ડર સાચો પડ્યો, ગુજરાતમાં ફરી પેપર ફૂટ્યું
કલાસીસ સંચાલક પણ પરીક્ષા આપતો હતો
સુત્રો પાસેથી જે માહિતી મળી હતી તેમાં જાણવા મળ્યું છે કે, વડોદરાના ટ્યૂશન ક્લાસીસમાંથી જુનીયર ક્લાર્કનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે આ મામલે 12 લોકોની અટકાયત કરાઈ છે અને તેની પૂછપરછ શરૂ કરાઈ છે. અટકાયત કરાયેલા લોકોમાં ટ્યૂશન સંચાલક તેમજ કેટલાક ઉમેદવરો છે. જાણવા મળ્યું હતું કે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓ પણ આ પરીક્ષા આપવાના હતા.
આ પણ વાંચો : જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોને ST બસમાં નિઃશુલ્ક પરત લઈ જવાશે
ATS એ પેપર સાથે શંકાસ્પદ શખસને દબોચ્યો
મહત્વનું છે કે, ગુજરાત ATSએ અગાઉ એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી જેની પાસેથી પેપર મળ્યુ હતું. ધરપકડ કરાયેલા શખ્સની આકરી પૂછપરછમાં વડોદરાના કલાસીસ સંચાલક સહિતના આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેના આધારે વડોદરામાંથી વધુ 12 શખ્સોની અટકાયત કરી લેવાયા છે.