

ગાંધીનગર, 28 ડિસેમ્બર : સમગ્ર ગુજરાતનાં પોલીસ બેડા માટે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાતાકીય પરીક્ષા પાસ કરનાર ASI-PSI ના પ્રમોશન માટેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 523 ASI પોલીસ જવાનોને PSI માં પ્રમોશન આપવામાં આવ્યું છે. PSI તરીકે પ્રમોશન મેળવનાર કર્મીઓને પોસ્ટિંગને લઈ સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આ પોલીસકર્મીઓ પાસ થયા બાદ તેમના પ્રમોશન ઓર્ડર અંગે તેઓ રાહ જોઈ રહ્યા હતા. તેવામાં આજે રાજ્ય પોલીસવડા દ્વારા સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ પોલીસ જવાનોને તેમની મૂળ જગ્યા ઉપરથી અન્ય સ્થળે બદલી સાથે PSI તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
જુઓ આખી યાદી….