અમદાવાદ, 31 જુલાઈ 2024, ગુજરાતમાં 18 IASની બદલી બાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ સરકારે બદલીનો દોર શરૂ કર્યો છે. આજે અચાનક 18 IAS અધિકારીઓની બદલીઓ કરી દેતાં અધિકારીઓમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. બીજી તરફ કેટલાક IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને તેમને પોસ્ટિંગ માટે હોલ્ડ પર રાખવામાં આવ્યા હતાં. આજે તેમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક અધિકારીઓની બદલી કરીને તેમને પોસ્ટિંગ માટે હોલ્ડ પર મુકવામાં આવ્યાં છે.
IPS રાઘવ જૈનને રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક
IPS અધિકારી રાજુ ભાર્ગવને ગાંધીનગરમાં આર્મ્સ યુનિટમાં ADGP તરીકે નિમણૂંક અપાઈ છે. જ્યારે વિકાસ સુંડાને રાજ્યપાલના ADC તરીકેના પદ પરથી બદલી કરીને નવા પોસ્ટિંગ માટે હોલ્ડ પર મુકવામાં આવ્યાં છે. જયારે પોસ્ટિંગ હોલ્ડ પર હતું તેવા બિશાખા જૈનને દાહોદ ખાતે SRPFમાં મુકવામાં આવ્યાં છે. IPS રાઘવ જૈનને રાજકોટ સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક અપાઈ છે.
આ પણ વાંચોઃગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીઓની ટ્રાન્સફર, જુઓ લિસ્ટ