ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પટણામાં પોસ્ટર લાગ્યાં, “નીતિશકુમાર વિના I.N.D.I. જીતી નહીં શકે”

Text To Speech

પટણા (બિહાર), 19 ડિસેમ્બર: એક તરફ વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના પક્ષના અગ્રણી નેતાઓની બેઠક દિલ્હીમાં થઈ રહી છે, તો બીજી તરફ પટણામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, જો આપણે ખરેખર જીત ઈચ્છતા હોય તો એક સંકલ્પ અને એક નીતિશ જોઈએ. પોસ્ટરમાં નીતિશ કુમારની તસવીર છે જેમાં તેઓ એક વિશાળ જનસભાને સંબોધતા નજરે જોવા મળે છે.

આ પોસ્ટરને કોણે લગાવ્યું

આ પોસ્ટરને કોણે લગાવ્યું છે આની જાણકારી હજુ સુધી સામે આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, પોસ્ટરને JDUના કાર્યકર્તાએ લગાવ્યું હશે. જો કે, નીતિશ કુમાર પહેલેથી જ કહી ચૂક્યા છે કે તેમને ઈન્ડિયા ગઠબંધનમાં કોઈ પદ જોઈતું નથી. તે માત્ર વિપક્ષને એકસાથે લાવવા માગે છે. JDU અને RJDની તરફથી નીતિશ કુમારે PM પદની દાવેદારી કેટલીવાર જતાવી છે. હાલમાં જ જેડીયુના નેતા રામનાથ ઠાકુરે નીતિશ કુમારને વિપક્ષી ગઠબંધન I.N.D.Iના કન્વીનર બનાવવાની માગ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે નીતિશ કુમારે પોતાની છબી એવી રીતે બનાવી છે કે તે તેમને વિપક્ષી જૂથના કન્વીનર બનવા માટે સૌથી યોગ્ય બનાવે છે.

વિપક્ષની બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના પક્ષોની આજે દિલ્હીમાં બેઠક છે. જેમાં બેઠકની વહેંચણી, સંયુક્ત જાહેર સભાઓ અને આગામી લોકસભા ચૂંટણી માટે નવી રણનીતિ બનાવવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં આ બેઠક થઈ રહી છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે. સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં મુખ્યત્વે સકારાત્મક એજન્ડા નક્કી કરવા, બેઠકોની વહેંચણી, નવેસરથી વ્યૂહરચના બનાવવા અને સંયુક્ત જાહેર સભાઓ અંગે ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચો: INDIA ગઠબંધનના PM પદના ઉમેદવાર કોણ છે ? જાણો શું કહ્યું શિવપાલ યાદવે ?

Back to top button