પઠાણકોટમાં લાગ્યા અભિનેતા સની દેઓલ ગુમ થયાના પોસ્ટર, જાણો કારણ
- પઠાણકોટમાં સની દેઓલના ગુમ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા
- સની દેઓલને શોધીને લાવનાર માટે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.
- વિસ્તારમાં વિકાસ માટે કોઈ કામ પણ કરાવ્યું ન હોવાનો આરોપ.
પંજાબ, 11 ડિસેમ્બર: બોલિવૂડ એક્ટર સની દેઓલની દમદાર એક્ટિંગના કારણે તેમના કરોડો ચાહકો છે. પરંતુ પંજાબમાં ફરી એકવાર તેમના ગુમ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સની દેઓલને શોધીને લાવનાર માટે 50 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે સની દેઓલના ગુમ થવાના પોસ્ટર લગાવવામાં આવ્યા હોય. વાસ્તવમાં સની દેઓલ ગુરદાસપુર-પઠાણકોટ લોકસભા સીટથી ભાજપના સાંસદ છે. લોકોનું કહેવું છે કે, જ્યારથી સની દેઓલ સાંસદ બન્યા છે ત્યારથી તે બંને જિલ્લામાં ફરી જોવા મળ્યા નથી અને ન તો તેમના દ્વારા કોઈ વિકાસનું કામ થયું છે.
સની દેઓલના ગુમ થયાના પોસ્ટર સરના બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવ્યા છે
પઠાણકોટ જિલ્લાના હલકા ભોઆના લોકોએ સરના બસ સ્ટેન્ડ પર સની દેઓલના ગુમ થવાના પોસ્ટરો લગાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ પહેલીવાર નથી કે પઠાણકોટ જિલ્લામાં સની દેઓલના ગુમ થવા અંગેના આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય. આ પહેલા જિલ્લાના હળકા, પઠાણકોટ અને સુજાનપુરમાં પણ સની દેઓલના ગુમ થવા અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ પછી પણ ભાજપના સાંસદે લોકોની પીડા સમજવાનો પ્રયાસ કર્યો નથી. તેઓ ક્યારેય તેમના લોકસભા મતવિસ્તારમાં આવ્યા નથી. જેના કારણે પઠાણકોટ લોકસભા ક્ષેત્રમાં ફરી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ બસમાં મુસાફરી કરી અને લોકોમાં પોસ્ટર વહેંચ્યા હતા અને બસોમાં પણ ચોંટાડ્યા જેથી તેમનો સંદેશ તેમના સાંસદ સુધી પહોંચી શકે.
વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ
વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે, સાંસદ બન્યા બાદ સની દેઓલ ક્યારેય પોતાના લોકસભા ક્ષેત્રમાં નથી આવ્યા અને તેમણે આ વિસ્તારમાં કોઈ વિકાસ કામ પણ કરાવ્યું નથી. લોકોનું કહેવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં આવા લોકોને કોઈ પાર્ટીએ ટિકિટ ન આપવી જોઈએ. સની દેઓલ પર લોકોને મૂર્ખ બનાવીને જીત હાંસલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ સાથે વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું છે કે, જે કોઈ બીજેપી સાંસદ સની દેઓલને શોધી કાઢશે તેને 50,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
આ પણ વાંચો, અમદાવાદ: પ્રોપર્ટીકાર્ડ-ઇસ્યૂ કરી દેવાયેલી મિલકત મામલે જાણો આ નિયમ