ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી

મહેમદાવાદ/ ભાજપના ઉમેદવારની જીત પર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા

Text To Speech

મહેમદાવાદ, 18 ફેબ્રુઆરી 2025 :  ખેડાના મહેમદાવાદ પાલિકાના ચૂંટણી પરિણામ પછી ભાજપના ઉમેદવાદની જીતની જે રીતે ઉજવણી કરવામાં આવી તે વિવાદમાં આવી છે. અહીં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા અને જીતનું  સેલિબ્રેશન કર્યું હતું. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કેટલાક કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસ દ્ધારા અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : CPCBના રિપોર્ટમાં મહાકુંભમાં સ્નાન કરવા સંગમનું પાણી યોગ્ય નહિ હોવાનો ચોંકાવનારો ખુલાસો

Back to top button