ટોપ ન્યૂઝનેશનલ

નવી મુંબઈમાં PFIના સમર્થનમાં પોસ્ટર લાગ્યા, ઘર બહાર ફટાકડા ફોડાયા : પોલીસે શરૂ કરી તપાસ

Text To Speech
  • પોસ્ટર પર ‘PFI ઝિંદાબાદ’ અને ‘786’ લખેલું હતું
  • ખંડેશ્વર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો
  • કેન્દ્ર સરકારે ગયા વર્ષે PFI પર પ્રતિબંધ મૂક્યો હતો

મુંબઈમાં PFIના સમર્થનમાં પોસ્ટર લગાવવાનો અને કેટલાક ઘરોની બહાર ફટાકડા ફોડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે PFI તરફી પોસ્ટર અને ફટાકડા જપ્ત કર્યા છે. પોસ્ટર પર ‘PFI ઝિંદાબાદ’ અને ‘786’ લખેલું છે.

પોલીસ તપાસમાં જોડાઈ

અહેવાલો અનુસાર, નવી મુંબઈના નવા પનવેલ વિસ્તારમાં કેટલાક ઘરોના દરવાજા પર કેટલાક અજાણ્યા લોકોએ લીલી શાહીથી ‘PFI ઝિંદાબાદ’ અને ‘786’ લખેલા પોસ્ટર ચોંટાડ્યા હતા. પોસ્ટરની સાથે આરોપીઓએ ઘરોની બહાર ફટાકડા પણ બાંધ્યા હતા. ઘટના શનિવારની છે. ખંડેશ્વર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 153(A) (ધર્મ, જાતિ, જન્મ સ્થળ અથવા રહેઠાણના આધારે બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવો) હેઠળ કેસ નોંધ્યો છે.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે PFI પર પ્રતિબંધ મૂક્યો હતો

આ કેસમાં પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને તેની કેટલીક સહયોગી સંસ્થાઓ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. કેન્દ્ર સરકારે UAPA એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી હતી. PFI પર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISIS સાથે સંબંધ હોવાનો આરોપ હતો.

Back to top button