ગુજરાતમાં પોસ્ટર વોર : ” ‘આપ’ ના ગુજરાતની જનતા ચીથરા કાઢી નાખશે” ભાજપનો કેજરીવાલ પર વાર
ગુજરાત : ગુજરાતની ચુંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે,તેમ-તેમ ગુજરાત રાજ્યમાં ચુંટણીને લઈને ગરમાવો જામી રહ્યો છે.ત્યારે સાથે-સાથે ધર્મ આધરિત રાજનીતિ પણ શરૂ થઇ ગઈ છે.
જાણો શું છે આ સમગ્ર મામલો
ગુજરાત રાજ્યમાં ચુંટણી ની તારીખો જેમ-જેમ નજીક આવી રહી તેમ-તેમ નવા વળાંકો પણ જોવા મળી રહ્યા છે,ત્યારે દિલ્હી સરકારના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાયા હતા.આ વિવાદ હવે વકર્યો છે. અને હવે આની અસર હવે ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહ્યો છે.
કેટલાક શબ્દો : હું હિદુ ધર્મને પાગલપન માનું છું
કેટલાક શબ્દો : હું શ્રાદ્ધ,પિંડદાન કે કોઈ હિદુ કિયાઓ કરીશ નહિ.આવા શબ્દો ઉચરાયા બાદ હવે આના પર રાજકારણ ગરમાયું છે.
દિલ્હી સરકારના પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમે લીધો યુ-ટર્ન અને માંગી માફી
અને હવે આ વિવાદ વકર્યા બાદ રાજેન્દ્રપાલ ગૌતમે હવે યુ-ટર્ન લઇ લીધો છે.અને તેમણે લોકોની માફી પણ માંગી છે.અને આરોપ લગાવ્યો છે કે આ ખોટી અફવાઓ ફેલાવી છે. તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું.અને વ્યક્તિગત રીતે દેવી-દેવતાઓનું સન્માન પણ કરું છું. મેં કોઈની પણ આસ્થા પ્રત્યે કોઈપણ શબ્દ નથી ઉચ્ચાર્યો. અને સૌની આસ્થાનું સન્માન પણ કરું છું.અને એ તમામ લોકોની હાથ જોડીને માફી માગું છું જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા થઈ છે.
જાણો શું કહ્યું જીતું વાઘાણી તેમજ વિજય રુપાણીએ
આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે હિંદુ હિત વિરુદ્ધ આ ગુજરાતમા કોઈ વાત ગુજરાતની જનતા ચલાવશે નહિ.અને આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યની ચુંટણીમાં ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના ચીથરા કાઢી નાખશે.તેવું ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું.
અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીનું પોઢ ખુલતી જાય છે.અને ખોટા વાયદા તેમજ હિંદુ હિત વિરુદ્ધ કોઈ પણ સતા પ્રાપ્ત કરવા વાળી સતા લાલચુ હોય છે .
અને ગુજરાત સરકારના પ્રવકતા જીતું વાઘાણી એ રાજેન્દ્રપાલ ગૌતમ ને આડે હાથ લેતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે.આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજ્રીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે.આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલએ હિદુ સમાજ પર થુંકવાનું કામ કર્યું છે.
અને તેમણે ચેતવણી આપતાં કહ્યું હતું કે જનતાની લાગણી સાથે રમત કરવાનું બંધ કરો અને હિંદુ સમાજની સહન-શક્તિની પરીક્ષા ન લો,અને વધારે પરીક્ષા લેશો તો સહન નહિ શકો.
હવે એ જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ શું રાજેન્દ્ર ગૌતમ પર આના પર એક્શન લેશે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : વંદે ભારત ટ્રેનને લાગી નજર !, ત્રણ દિવસમાં ત્રીજી વખત અટકી, પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડ્યા