શિવલિંગ પર કોન્ડોમનો ફોટો પોસ્ટ કર્યો તેને જ TMC તરફથી મળી લોકસભાની ટિકિટ, જાણો કોણ છે સાયોની ઘોષ
પશ્ચિમ બંગાળ, ૧૦ માર્ચ : મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આજે (10 માર્ચ, 2024) પશ્ચિમ બંગાળ માટે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી. સીએમ મમતાની પાર્ટીએ અભિનેત્રી સાયોની ઘોષને બંગાળના જાદવપુરથી ઉમેદવાર બનાવ્યા છે. સાયોની ઘોષે અગાઉ શિવલિંગ પર અશ્લીલ ફોટા પોસ્ટ કરીને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.અભિનેત્રી મિમી ચક્રવર્તીની જગ્યાએ સાયોનીને ટિકિટ આપવામાં આવી છે. ચક્રવર્તીએ સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સાયોનીની ઉમેદવારી જાહેર થયા બાદ તેમના જૂના કારનામા સામે આવ્યા છે.
2015 માં X (અગાઉનું ટ્વિટર) પર સયોની દ્વારા કરવામાં આવેલ હિંદુ વિરોધી ટ્વિટ ખુબ જ વાઇરલ થઇ રહી છે. ફેબ્રુઆરી 2015 માં, સાયોનીએ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો જેમાં એક મહિલા હિન્દુઓ દ્વારા આદરણીય શિવલિંગ પર કોન્ડોમ ચઢાવતી જોવા મળે છે.
શિવલિંગ વિશે આ અપમાનજનક ટ્વીટ પર સાયોનીએ લખ્યું હતું કે, “’Gods cudnt has been more useful’ (ભગવાન આનાથી વધુ ઉપયોગી ન હોઈ શકે). તેમના આ ટ્વીટને લઈને ઘણો હોબાળો થયો હતો. આ ટ્વીટ 2021માં ફરી વાયરલ થયું હતું. આ ટ્વીટના કારણે સાયોની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી.
લોકોના વિરોધને દબાવવા માટે, સાયોની ઘોષે દલીલ કરી હતી કે તેનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું, તેથી જ કોઈ અન્ય વ્યક્તિએ આ ટ્વિટ્સ કરી હતી. સયોનીએ દાવો કર્યો હતો કે તેને પછીથી તેનું એકાઉન્ટ પાછું મળી ગયું છે. જો કે, લોકોએ તે જ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી તેની અંગત ટ્વીટ પણ બતાવી અને પૂછ્યું કે હેકર શા માટે આવી ટ્વિટ કરશે. લોકોએ સાયોનીને તેની ફિલ્મ સંબંધિત ટ્વીટ આગળ કરીને પ્રશ્નો પણ પૂછ્યા.
Only in India, you’ll see political parties give a chance to contest in elections to people who have disrespected and mocked religious beliefs and deities of the majority religious group of the country. Saayoni Ghosh should’ve been behind bars for blasphemy not contesting in… pic.twitter.com/XdQe1Mbyx6
— saloni🇮🇳 (@salonivxrse) March 10, 2024
ભાજપના નેતા અને ત્રિપુરા અને મેઘાલયના પૂર્વ રાજ્યપાલ તથાગત રોય દ્વારા પણ સયોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે તે એક શિવ ભક્ત છે અને સાયોનીના ટ્વીટથી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. ગુવાહાટીમાં સયોની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
સાયોનીને લોકસભાની ટિકિટ અપાયા બાદ TMC પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે, સાયોનીના ટ્વીટના માત્ર 2 મહિના પછી, માર્ચ 2021 માં, TMCએ તેને પુરસ્કાર આપ્યો અને તેને આસનસોલ દક્ષિણથી વિધાનસભા ઉમેદવાર પણ બનાવી હતી. જો કે ભાજપના અગ્નિમિત્રા પોલ સામે ચૂંટણી હારી ગઈ હતી. સયોની પશ્ચિમ બંગાળમાં યુવા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે.
સાયોનીને લોકસભાની ટિકિટ મળ્યા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હિંદુ ધર્મ પર અપમાનજનક તસવીર પોસ્ટ કર્યા પછી પણ તેમને ઉમેદવાર કેમ બનાવવામાં આવી રહ્યા છે.