X ઉપર મધ્યમવર્ગ માટે રાહતની માંગ કરનારને નાણામંત્રીએ આપ્યો આ જવાબ, જૂઓ શું લખ્યું
નવી દિલ્હી, 17નવેમ્બર : મોંઘવારીના આ જમાનામાં દેશનો દરેક નાગરિક રાહત મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. રાહતની આશામાં, મધ્યમ વર્ગના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણને તેમની ચિંતા વ્યક્ત કરી હતી. જેના પર નાણામંત્રીએ પણ જવાબ આપ્યો છે.
તુષાર નામના વ્યક્તિએ X પર લખ્યું કે અમે તમારા પ્રયાસો અને દેશ માટેના યોગદાનની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમને તમારા માટે ખૂબ જ આદર છે. હું તમને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે મધ્યમ વર્ગને થોડી રાહત આપવાનો વિચાર કરો. હું સમજું છું કે તેમાં ઘણા બધા પડકારો સામેલ છે, પરંતુ આ માત્ર વિનંતી છે.
Thank you for your kind words and your understanding. I recognise and appreciate your concern.
PM @narendramodi ‘s government is a responsive government. Listens and attends to people’s voices. Thanks once again for your understanding. Your input is valuable. https://t.co/0C2wzaQtYx— Nirmala Sitharaman (@nsitharaman) November 17, 2024
સોશિયલ મીડિયા યુઝરને નાણામંત્રીનો જવાબ
વ્યક્તિની આ વિનંતીનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે લખ્યું કે તમારા શબ્દો અને તમારી સમજ માટે આભાર. હું તમારી ચિંતાને સમજું છું અને પ્રશંસા કરું છું. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જવાબદાર સરકાર છે. જે આપણા દેશના લોકોનો અવાજ સાંભળે છે અને તેમના પર ધ્યાન પણ આપે છે. તમારી સમજ બદલ ફરી આભાર. તમારું ઇનપુટ અમારા માટે મૂલ્યવાન છે. નાણામંત્રીનો આ જવાબ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
વધતી જતી મોંઘવારી લોકો માટે મુશ્કેલીનું કારણ છે
સોશિયલ મીડિયા યુઝરની વિનંતી સીતારામનની એક પોસ્ટ પછી આવી છે, જેમાં તેણીએ ત્રાવણકોરના પૂર્વ શાહી પરિવારના સભ્ય દ્વારા રચિત કવિતાઓ શેર કરી હતી, જે ધ સન્ડે ગાર્ડિયનમાં પ્રકાશિત થઈ હતી. આ વિનંતી વધતી જતી મોંઘવારી વચ્ચે આવી છે જે ભારતીય મધ્યમ વર્ગ માટે ખૂબ જ ચિંતાનો વિષય બની ગઈ છે. ગયા મહિને દેશમાં છૂટક ફુગાવો 6.21% નોંધાયો હતો, જે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઉપલા સહનશીલ સ્તરને વટાવી ગયો હતો. નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના ડેટા દર્શાવે છે કે ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બરમાં 9.24 ટકાથી વધીને 10.87 ટકા થયો છે.
આ પણ વાંચો :- મહારાષ્ટ્રની રેલીઓ છોડીને અચાનક દિલ્હી રવાના થયા અમિત શાહ, મણિપુર હિંસા જવાબદાર