પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જોખમ વગર પૈસા થઈ જશે ડબલ, જાણો વિગત
નવી દિલ્હી, તા. 6 ઓક્ટોબરઃ પોસ્ટ ઓફિસ દ્વારા લોકો માટે અનેક સ્કીમ ચલાવવામાં આવે છે. જેમાં લોકો તેમની જરૂરિયાત મુજબ નાણા રોકે છે. આવી જ એક યોજના કિસાન વિકાસ પત્ર છે. જેમાં પૈસા કોઈપણ જાતના જોખમ વગર ડબલ થઈ જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે લાંબાગાળાનું રોકાણ કરવું પડશે. જે લોકો જોખમ લેવા નથી માંગતા તેમના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.
કેટલા સમયમાં પૈસા થાય છે ડબલ
કિસાન વિકાસ પત્ર એક નાની બચત યોજના છે. ખેડૂતો માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જોકે તેમાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ યોજનામાં ખાતું ખોલાવવા માટે તમારે પોસ્ટ ઓફિસની મુલાકાત લેવી પડશે. આ યોજનામાં તમારા પૈસા 124 મહિનામાં ડબલ થઈ જશે. આ સ્કીમમાં 7.5 ટકા વ્યાજ મળે છે.
આ સ્કીમની શું છે વિશેષતા
આ સ્કીમ ખાસ વાત એ છે કે તેમાં રોકાણને લઈ કોઈ પ્રકારની મર્યાદા નથી. એટલે કે તમે વધારે રકમનું રોકાણ કરવા માંગતા હો તો પણ કરી શકો છો. આ ઉપરાંત ખાતું ખોલાવવાને લઈ પણ આ યોજનામાં કોઈ મર્યાદા નથી. તમે 2,4,6 કે તેનાથી વધાર પણ ખાતા ખોલાવી શકો છો.
ઑનલાઈન પણ ખોલાવી શકાય છે ખાતું
કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત ખાતું ખોલાવવા માટે તમારે પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. જે બાદ ઇન્વેસ્ટમેંટ પ્લાનના ઓપ્શન પર ક્લિક કરો. અહીંયા તમને વિકાસ પત્ર યોજનાનો વિકલ્પ જોવા મળશે. જે બાદ તમારી સમક્ષ એક એપ્લીકેશન ફોર્મ ખૂલશે. આ ફોર્મ વાંચીને ભરવું પડશે. તેમજ જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરવા પડશે. પૂરી રીતે ફોર્મ ભરાયા બાદ અને દસ્તાવેજ અપલોડ કર્યા બાદ સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો કે તરત જ તમારું ખાતું ખૂલ્યાની પ્રક્રિયા પૂરી જઈ જશે. આ અંગેની જાણકારી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પણ આવશે.
આ પણ વાંચોઃ હમાસના હુમલાનું એક વર્ષ, એલર્ટ પર ઇઝરાયેલ; ગાઝામાં આજે ફરી મસ્જિદ પર સ્ટ્રાઇક