ટ્રેન્ડિંગધર્મ

પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસઃ મનની શાંતિ મેળવવા આટલુ કરો

પોષ મહિનામાં આવતી પૂનમને પોષી પૂનમ કહે છે. આજ દિવસે માં અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી આ પૂનમનું અનેરૂં માહાત્મ્ય છે. માની આરાધનાની સાથે સાથે આ દિવસ ભાઇ બહેનના હેતની અભિવૃદ્ધિ કરતો ઉત્સવ પણ છે. 6 જાન્યુઆરીએ એટલે કે આવતી કાલે પોષી પૂનમ છે. આ દિવસ કેમ મા અંબા નો પ્રાગટ્ય દિવસ કહેવાય છે?

હિન્દુ ધર્મમાં પૂનમનું અનેરુ મહત્વ છે. પૂનમના દિવસે મા જગદંબાની આરાધના ઉપવાસ કરીને કરવાનું મહત્વ છે. પૂનમના દિવસે માંય મંદિરમાં માના દર્શનનો પણ મહિમા રહેલો છે. આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે મા અંબાના દ્રારે અંબાજીએ પણ માંય ભક્તોનો જમાવડો જામે છે. વિષ્ણુ પુરાણમાં પણ ઉલ્લખ છે. કહેવાય છે કે, પોષી પૂનમના દિવસે જ માના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે.

પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસઃ મનની શાંતિ મેળવવા આટલુ કરો hum dekhenge news

ભાઇ બહેનના પ્રેમનો પણ છે અવસર

પોષી પૂનમનો અવસર ભાઇ બહેનના હેતને પણ સમર્પિત છે. આજના દિવસ બહેન ઉપવાસ કરીને પૂનમનુ વ્રત રાખે છે અને સાંજે ચંદ્રમાની પૂજા કરીને ભાઇના દિર્ઘાયુ અને સુખી સમૃદ્ધ જીવનની કામના કરે છે અને ભાઇનું મુખ જોઇને વ્રત પૂર્ણ કરે છે.

કેવી રીતે કરશો વ્રત?

પોષી પૂનમમાં દિવસે સવારે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મ કરી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ઘ્ય ચઢાવી અને વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. સ્નાન કર્યા બાદ મંદિરમાં બેસી સૂર્ય મંત્રનો જાપ કરી અને સૂર્ય ભગવાનની આરાધના કરો. આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને કોઈ યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપો. આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાનમાં આપવા ઉત્તમ માનવામાં આવે છે.

પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસઃ મનની શાંતિ મેળવવા આટલુ કરો hum dekhenge news

સુર્ય અને ચંદ્રની પુજા કરો

હિન્દુ શાસ્ત્રો અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભૂત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

વિષ્ણુ ભગવાનની પુજા કરો

આ દિવસે શ્રીવિષ્ણુની ઉપાસના, ઓમ વિષ્ણવે નમઃ!! નમો ભગવતે વાસુદેવાય!!, !!શ્રી કૃષ્ણ શરણમ મમ્ !! ના મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિમાં વધારો થશે. આ દિવસે નદીમાં સ્નાન અને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવાનું વિશેષ મહત્વ છે. પોષ માસની પૂનમના દિવસે ગંગા સ્નાનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. આ દિવસે કેટલાક લોકો સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. શ્રી સુક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થશે.

આ પણ વાંચોઃ ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ, આ રાશીમાં નાની-મોટી અસર વર્તાશે

Back to top button