ગુજરાતટ્રેન્ડિંગ

અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવાશે અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ

Text To Speech
  • ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે
  • શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે
  • માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે

અંબાજીમાં પોષી પૂનમે અંબા માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવાશે. જેમાં આગામી 13 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પૂનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે.

ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે જ્યોતયાત્રા, શોભાયાત્રા-સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ, દર્શન વ્યવસ્થા, ભોજન, સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવશે. મા અંબાના પ્રાગટય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઈભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવશે.

માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે

માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ઉપરથી જ્યોત લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવશે અને મંદિરના શક્તિ દ્વારે આરતી કરવામાં આવશે ત્યારબાદ માતાજીની જ્યોત દ્વારા અંબાજી ગામમાં જ્યોતયાત્રા કરવામાં આવશે.

શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે

પોષી પૂનમના દિવસે સવારે 10:30 કલાકે અંબાજી મંદિરના શક્તિ દ્વારથી મા અંબાને હાથી ઉપર બેસાડી શોભાયાત્રા કાઢવામાં આવશે, જે આખા નગરમાં ફરશે. આ દરમિયાન શોભાયાત્રામાં 35 કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે. જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે. શોભાયાત્રામાં 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતના શહેરમાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની ઠગાઈ

Back to top button