ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પોર્ટુગલ બન્યું ખાલિસ્તાની આતંકવાદીઓનો નવો અડ્ડુો, ગુપ્તચર એજન્સીઓને મળી મહત્વની જાણકારી

Text To Speech

ભારતની ગુપ્તચર એજન્સીઓને મળેલી મહત્વની માહિતી મુજબ પોર્ટુગલ હવે ખાલિસ્તાની આતંકવાદીઓ માટે નવો અડ્ડો બની રહ્યું છે. અહીંથી અલગાવવાદી ખાલિસ્તાની પ્રચારને વેગ આપવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદી ષડયંત્રને અંજામ આપવા માટે હવે કેનેડા, અમેરિકા અને બ્રિટનની જેમ ખાલિસ્તાની આતંકવાદીઓએ પોર્ટુગલમાં પોતાનો નવો ઓપરેશનલ બેઝ બનાવ્યો છે.

પંજાબમાં કાર્યરત ગુનેગારોને છેલ્લા કેટલાક મહિનામાં પોર્ટુગલમાંથી હથિયારોનો જથ્થો મળી રહ્યો છે. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પોર્ટુગલમાં રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓને હથિયાર અને પૈસા પૂરા પાડી રહી છે.

પોર્ટુગલથી દાણચોરી કરીને પંજાબમાં ISI હથિયારો મોકલે છે 

ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ હથિયારો પોર્ટુગલથી દાણચોરી કરીને પંજાબ સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. જ્યાં તેમનો ઉપયોગ ગુનાહિત પ્રવૃતિઓ માટે કરવામાં આવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તાજેતરમાં પંજાબના ફિરોઝપુરમાં રહેતા એક ખાલિસ્તાની આતંકવાદીને ISI દ્વારા AK-47, MP-5 મશીનગન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા હથિયારો આપવામાં આવ્યા હતા.

પોર્ટુગલમાં ગેરકાયદેસર રીતે રહે છે

આ આતંકવાદીઓ પ્રવાસી વિઝા પર પોર્ટુગલમાં ગેરકાયદેસર રીતે રહે છે. આ આતંકીઓને પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા ભારતના પંજાબમાં કાર્યરત ગુનેગારો સુધી આ હથિયારો પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાન, કેનેડા અને બ્રિટનમાં રહેતા ખાલિસ્તાની આતંકવાદીઓ પંજાબમાં સક્રિય ગુનેગારોને તેમના જૂથમાં સામેલ કરીને ભારતના પંજાબમાં હિંસા ફેલાવવાનું સતત કાવતરું ઘડી રહ્યા છે.

આ પણ વાંચો: SCOના મંચ પરથી નામ લીધા વગર PM મોદીનો પાકિસ્તાન પર હુમલો

Back to top button