ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોરબંદરમાં 20 શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર, 1નું મોત, 4 લોકો ગંભીર

Text To Speech
  • પોરબંદરમાં 20 શ્રમિકોને ફૂડ પોઈઝનિંગની અસર
  • હોસ્પિટલમાં 1નું મોત
  • ચારની હાલત ગંભીર

પોરબંદર જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. બેકટેરિયા વાળો ખોરાક ખાવાથી ફુડ પોઈઝનિંગ થતું હોય છે. ત્યારે આવું જ કંઈક પોરબંદરમાં થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

કંપનીમાં કામ માટે ઝારખંડથી શ્રમિકો આવ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર,પોરબંદર જિલ્લાના જાવર ગામમાં રવિવારે 15થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જાવર ગામમાં 15થી 20 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જે બાદ તમામ લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ભાવસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું, તો અન્ય 4 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું પણ સામે આવી રહ્યું છે. કંપનીમાં કામ માટે ઝારખંડથી શ્રમિકો આવ્યા હતા.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોસ્પિટલમાં દોડી આવ્યા
હાલમાં અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અસરગ્રસ્તોની મુલાકાતે દોડી ગયા હતા.ઘટનાની જાણ થતા જ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. જેની તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને દર્દીના જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી હતી.

ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.

આ પણ વાંચો : સુરતમાં યુવક યુવતી સાથે ભાગી જતા બહેનપણીને મળી સજા, ભોગ બનનારે આપઘાત કરી લેતા પરિવારે કર્યા ગંભીર આક્ષેપ

Back to top button