Porbandar : મહાત્મા ગાંધીના જન્મસ્થળ પાસે ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે (ASI) કીર્તિ મંદિર સંકુલમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળના 200 મીટરની અંદર અનધિકૃત બાંધકામ માટે 19 મિલકત માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ASIના સંરક્ષણ મદદનીશ (જૂનાગઢ સબ-સર્કલ) હરીશ જીવનલાલ ડાસરેએ પુરાતત્વ વિભાગના નિયમો, 1959 અને સુધારેલા નિયમો, 2010 હેઠળ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ASIની પરવાનગી વિના રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકોના 100 મીટર અને 200 મીટરની અંદર કોઈ નવું બાંધકામ થઈ શકે નહીં.
આ પણ વાંચો : હોસ્પિટલમાં કોવિડથી મૃત્યુ પામનાર વ્યક્તિ 2 વર્ષ બાદ ઘરે પરત ફર્યો !
નોટિસો આપવામાં આવી હોવા છતાં, મિલકત માલિકોએ જરૂરી પરવાનગીઓ વિના તેમની બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ગેરકાયદેસર બાંધકામો સામે ASIની કડક કાર્યવાહી એ ભારતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગે વધતી જતી ચિંતાઓનું પરિણામ છે. ASI ભારતના ઐતિહાસિક સ્મારકો અને ઈમારતોના રક્ષણ અને જાળવણી માટે સક્રિયપણે કાર્યરત છે. આરોપી મિલકતના માલિકોને તેમની ક્રિયાઓ માટે ગંભીર આરોપોનો સામનો કરવો પડી શકે છે, અને ASI જાહેર જનતાને દેશના સાંસ્કૃતિક વારસાને બચાવવાના પ્રયાસોમાં સહકાર આપવા અવારનવાર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. છતાં કેટલાક લોકો નિયમોને નજરઅંદાજ કરી આવા બાંધકામ કરી રહ્યા છે.