ટોપ ન્યૂઝમનોરંજન

વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતા લોકપ્રિય ટીવી અભિનેતાનું મોત

Text To Speech

લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું 46 વર્ષની વયે નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સિદ્ધાંત જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતી તે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી સારવાર કરી પણ તેનો જીવ બચાવી શક્યા ન હતા. ત્યારે સિદ્ધાંતના અચાનક મોતના ખબરથી ટીવી ઈંડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.

અનેક ટીવી શોમાં કર્યુ છે કામ

સિદ્ધાંત કુસુમ, કસૌટી જીંદગી કે, કૃષ્ણા-અર્જુન, જમીન સે આસમાન તક, ક્યા દિલ મેં હૈ, ગૃહસ્થી જેવા ઘણા ટીવી શોમાં કામ કરી ચૂક્યો છે. તેમજ છેલ્લે તે ઝિદ્દી દિલ માને ના શોમાં પણ જોવા મળ્યો હતો. સિદ્ધાંત ફિટનેસ ફ્રીક હતો, તે ચાહકોને પ્રોત્સાહિત કરવા માટે તેના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશા શેર કરતો હતો.

આ પણ વાંચો:T20 WC વાયરલ વીડિયોઃ ‘તે નો બોલ ન હતો’ પાકિસ્તાની એક્ટર મોમિન સાકિબે શેર કર્યો ફની વીડિયો

જય ભાનુશાલીએ સિદ્ધાંતના મોતની પુષ્ટિ કરી છે.

ટીવી એક્ટર જય ભાનુશાળીએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે સિદ્ધાંતની એક તસવીર શેર કરી અને લખ્યું, તુમ બહોત જલ્દી ચલે ગયે. સિદ્ધાંતે 2017 માં મોડલ અને ફેશન કોરિયોગ્રાફર એલિસિયા રાઉત સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે. આ તેમના બીજા લગ્ન હતા. અગાઉ તેણે 2000માં ઈરા સૂર્યવંશી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા

Back to top button