અનંત અંબાણીના પ્રિ વેડિંગમાં પોપ સ્ટાર રિહાનાનો લગેજ ‘ટોક ઑફ ધ ટાઉન’


- પોપ સ્ટાર રિહાનાનો લગેજ પણ ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગયો છે. જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાની પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાઈ રહી છે.
જામનગર, 29 ફેબ્રુઆરીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નની નાની મોટી દરેક બાબત ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગઈ છે. હવે પોપ સ્ટાર રિહાનાનો લગેજ પણ ‘ટોક ઑફ ધ ટાઉન’ બની ગયો છે. જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાની પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાઈ રહી છે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશવિદેશની અનેક હસ્તીઓ હાલ જામનગર પહોંચી રહી છે.
જામનગરના એરપોર્ટ પર અંબાણી પરિવાર દ્વારા બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું છે અને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને રાસ ગરબાની રમઝટ સાથે દેશ-વિદેશના મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. મહેમાનો પણ રાસ ગરબાની રમઝટની સાથે પોતાની સ્ટાઇલમાં જ ગરબા પરફોર્મ કરીને અભિનંદન જીલી રહ્યા છે.
View this post on Instagram
આ પ્રિ વેડિંગ સેરેમનીમાં પોપ સ્ટાર રિહાના અને દિલજીત દોસાંજ પણ પરફોર્મ કરવાના છે. રિહાના તેની ટીમ સાથે જામનગર પહોંચી ચૂકી છે, પરંતુ તેનો લગેજ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. રિહાનાનો લગેજ જોઈને લોકો જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ સ્ટારે ઘર શિફ્ટ કર્યું કે શું. તો કોઈ કહી રહ્યું છે. આ બોક્સ ખોલે તે જોવા આતુર છું. આ પ્રસંગે વિશ્વના બિઝનેસ, પોલિટિક્સ, એન્ટરટેઈનમેન્ટ જગતનાં દિગ્ગજો અંબાણી પરિવારના અતિથિ બનવા જઈ રહ્યા છ. કેટલાય બોલિવૂડ સેલિબ્રીટીઝ જામનગર પહોંચી ચૂક્યા છે. જામનગર જાણે મીની બોલિવૂડ બની ચૂક્યું છે.
આ પણ વાંચોઃ દો પત્તીનું ટીઝર રીલીઝ, કાજોલની કરામત અને કૃતિ-શહીર શેખની ગજબ કેમેસ્ટ્રી