ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતની મહિલા પ્રચારકો સાથે કોંગ્રેસનું ઓરમાયું વર્તન

Text To Speech

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે તાડમાર તૈયારીઓ થઇ રહી છે. જેમાં દરેક પાર્ટીઓએ ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ઉતાર્યો છે. તેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ગુજરાતના એક પણ મહિલા નેતાને સ્થાન થશે નહી. તેમજ 40 સ્ટાર પ્રચારકોમાં ખડગે, સોનિયા, રાહુલ છે. તથા જેમને ટિકિટ અપાઈ તેમને પણ પ્રચારકની જવાબદારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમરેલીમાં મોટા મોટા હોર્ડિંગ લગાવનાર પરેશ ધાનાણી જીતશે!, જાણો શું હશે પડકારો

રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે

ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકો જાહેર કર્યા છે, જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના નેતાઓને સામેલ કર્યા છે. આ સ્ટાર પ્રચારકો ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે, જેમાં રોડ-શો અને જાહેરસભાઓ ગજવશે.

કોંગ્રેસના નેતાઓની આવન-જાવન શરૂ થઈ

કોંગ્રેસમાં અંદરો અંદરનો કકળાટ શમી જાય એ પછી પહેલાં તબક્કા માટેની બેઠકો પર ચૂંટણી પ્રચાર માટે આ નેતાઓ આવશે, જ્યાં કકળાટ નથી એવા મતક્ષેત્રોમાં દિલ્હીથી કોંગ્રેસના નેતાઓની આવન-જાવન શરૂ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Exclusive: ગુજરાત વિધાનસભાની સૌથી ભાગ્યશાળી બેઠક, જીતનાર પક્ષની બને છે સરકાર

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ભૂપેશ બઘેલ, રમેશ ચેન્નીથલા, દિગ્વિજય સિંહ સામેલ

ગુજરાત વિધાનસભાના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગ માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ભૂપેશ બઘેલ, રમેશ ચેન્નીથલા, દિગ્વિજય સિંહ, કમલ નાથ, ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, અશોક ચૌહાણ, સચિન પાયલોટ, ઈમરાન પ્રતાપગઢી, અમરિંદર સિંઘ રાજા, મોહન પ્રકાશ, બી.કે. હરિપ્રસાદ વગેરે સામેલ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓની પણ સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરાઈ છે પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી એક પણ મહિલા નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરત સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા, નારણ રાઠવા, અનંત પટેલ વગેરેને સામેલ કરાયા છે.

Back to top button