ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પૂંછ આતંકવાદી હુમલો: સેનાએ 2 આતંકીઓના સ્કેચ જાહેર કરીને 20 લાખનું ઈનામ રાખ્યું

Text To Speech
  • પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પર સુરક્ષા દળોએ ઈનામ જાહેર કર્યું

જમ્મુ અને કાશ્મીર, 6 મે: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા આતંકવાદીઓ પર સુરક્ષા દળોએ ઈનામ જાહેર કર્યું છે. આ દરમિયાન, ભારતીય સેના હુમલાખોર આતંકવાદીઓની શોધમાં આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.  આ દરમિયાન સેનાએ બે પાકિસ્તાની આતંકવાદીઓના સ્કેચ જાહેર કરીને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.  ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, પૂંછમાં ભારતીય વાયુસેનાના કાફલા પર લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબુ હમઝાની આગેવાની હેઠળના ગ્રુપે હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો AK એસોલ્ટ રાઈફલ્સ, અમેરિકન બનાવટની M4 કાર્બાઈન્સ અને સ્ટીલ બુલેટથી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શનિવારે સાંજે પૂંછના સુરનકોટમાં ઓચિંતો છાપો મારીને બેઠેલા આતંકીઓએ સેનાના કાફલાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થાય હતા જ્યારે 4 અન્ય જવાનો ઘાયલ થયા હતા.

આતંકવાદીઓ મતદાન પહેલા ભયનું વાતાવરણ ઉભું કરવા માંગે છે

કાફલામાં કુલ બે વાહનો હતા, જેમાંથી એક આર્મીનું વાહન હતું અને બીજું ભારતીય વાયુસેનાનું વહાર હતું. જેમાં આતંકીઓએ એરફોર્સના વાહનને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, પૂંછ ક્ષેત્ર અનંતનાગ-રાજૌરી લોકસભા મતવિસ્તારમાં આવે છે. અનંતનાગ-રાજૌરીમાં લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં આ ઘટના સુરક્ષા દળો માટે મોટો પડકાર બની ગઈ છે.

ભારતીય વાયુસેના આજે સોમવારે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ માટે સુરક્ષા દળોએ અલગ-અલગ સ્થળોએ ચેકપોસ્ટ લગાવ્યા છે. આ દરમિયાન સેનાએ બે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. જેમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે, જે પણ આતંકવાદીઓ વિશે માહિતી આપશે તેમને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.

આ પણ જુઓ: ઇઝરાયેલની સેનાએ પેલેસ્ટિનિયન નાગરિકોને આપ્યું અલ્ટીમેટમ, રફાહમાં કોઈપણ સમય થઈ શકે છે હુમલો

Back to top button