મોતની ખોટી અફવા ફેલાવીને Poonam Pandey ફસાઈ મુશ્કેલીમાં, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
મુંબઈ, 3 ફેબ્રુઆરી : Poonam Pandeyનું સત્ય બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. AICWA પ્રમુખ સુરેશ ગુપ્તાએ મુંબઈના વિક્રોલી પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં Poonam Pandeyના નકલી ડેથ સ્ટંટ(Death Stunt) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. Poonam Pandeyએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર એક લાઈવ વીડિયોમાં જણાવ્યું છે કે તેના મૃત્યુના સમાચાર ખોટા છે. તેણે કહ્યું છે કે તેનું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને(Cervical cancer) કારણે થયું નથી. Poonam Pandey કહે છે કે, ‘તેણે સર્વાઇકલ કેન્સર(Cervical cancer) વિશે જાગૃતિ ફેલાવવા માટે આવું કર્યું હતું.’ પરંતુ પૂનમ પાંડેની આ મજાક તેને મોંઘી પડી છે. જ્યારથી આ વાત સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવી છે. બોલિવૂડ સેલેબ્સ(Bollywood celebs) સહિત ઘણા લોકો તેના પર નારાજ છે.
પૂનમ પાંડેના મિત્રો થયા નારાજ
અલી ગોની પણ પૂનમ પાંડે પર ગુસ્સે થઈ ગયો અને તેણે તેનો અને તેની ટીમનો બહિષ્કાર કરવાની વાત કરી. આ સાથે પૂનમના મિત્રો રાખી સાવંત, શાર્દુલ પંડિત, સાયેશા શિંદેએ પણ વીડિયો શેર કરીને તેને ઠપકો આપ્યો છે. રાખી સાવંત કહે છે કે આવો મજાક ફરી ક્યારેય ના કરો. સાયેશા શિંદેએ પણ તેને બ્લોક કરી દીધી છે. તે જ સમયે, એકતા કપૂરે તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરી હતી. ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડાયરેક્ટર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક પંડિતે આ બાબતે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પૂનમ પાંડે અને તેની ટીમ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. ગઈ કાલે પૂનમ પાંડેના મેનેજરે તેના મૃત્યુની જાણકારી આપી હતી. જો કે, ત્યારથી કેટલાક લોકોએ તેને ફેક કહેવાનું શરૂ કર્યું. આ પછી પૂનમે વીડિયો દ્વારા બધાની સામે આવીને ફેન્સને ચોંકાવી દીધા હતા.