ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું, જાણો કયાં શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત

Text To Speech
  • દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત 400ને પાર
  • એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે
  • અંકલેશ્વરમાં 182 તેમજ અમદાવાદમાં 182 અને ગાંધીનગરમાં 113 એર ક્વોલિટી ઈન્ડેક્સ

ગુજરાતમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જેમાં જાણો કયા શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત બની છે. શિયાળાની સાથે જ દિલ્હીની હવા ઝેરી બનવા લાગી છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ સતત 400ને પાર થઇ ગયો છે. ગુજરાતમાં પણ ધીરે-ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું છે.

19 નવેમ્બરના સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો

19 નવેમ્બરના સુરતમાં સૌથી વઘુ 263નો એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. ગુજરાતમાંથી 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સુરતની હવા સૌથી પ્રદૂષિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ 60 ગણું વધારે છે. ગુજરાતમાંથી મંગળવારની સ્થિતિએ સુરતમાં 263ના એર ક્વોલિટી ઈન્ડેક્સ સાથે સૌથી વઘુ પ્રદૂષિત હવા હતી.

એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે

ગુજરાતમાં 24 કલાકમાં પ્રદૂષણનું સ્તર જોઇએ તો સુરતમાં 263, અંકલેશ્વરમાં 182 તેમજ અમદાવાદમાં 182 અને વટવામાં 118 તથા ગાંધીનગરમાં 113 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો છે. તજજ્ઞોના મતે 201-300 વચ્ચે એર ક્વોલિટી ઈન્ડેક્સ હોય તે તેને ખરાબની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જેમાં લાંબો સમય રહેવાથી શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઇ શકે છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને પાર જાય તો તંદુરસ્ત વ્યક્તિને પણ અસર કરે છે. તબીબોના મતે શ્વાસની સમસ્યા હોય તેમના માટે હાલ માસ્ક પહેરીની બહાર નીકળવું હિતાવહ છે.

આ પણ વાંચો: અમદાવાદ: નકલી જજ મોરિસ સેમ્યુલ ક્રિશ્ચિયનની મુશ્કેલીઓમાં વધારો થયો 

Back to top button