ગુજરાત

ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું, મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ

  • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો
  • સાબરમતી નદી ખાતે મિરોલી પમ્પિંગ સ્ટેશને મધ્યમ પ્રદૂષિત પાણી હતું
  • હવા પ્રદૂષણ નિયંત્રણ સાધનો ધરાવતા ઔદ્યોગિક એકમોની કુલ સંખ્યા 13,528

ગુજરાતમાં પ્રદૂષણ વધ્યું છે. જેમાં મોટા ભાગની નદીઓ-તળાવોનું પાણી ખરાબ થયુ છે. તેમાં વિધાનસભા ગૃહમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ રજૂ થયો છે. ત્યારે તેમાં જણાવ્યું છે કે રાજ્યમાં રોજ 11,776 મેટ્રિક ટન ઘન કચરો ઉત્પન્ન થાય છે. સાબરમતી નદીના હાંસોલ બ્રિજ ખાતે પાણીના નમૂના લેવાયા છે. જેમાં પાણીની ગુણવત્તા સાધારણ પ્રદૂષિત હતી.

આ પણ વાંચો: સુરત : સગીરના અપહરણ કેસમાં બેદરકારી બદલ કડોદરાના પીઆઇ સસ્પેન્ડ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો વર્ષ 2022-23નો અહેવાલ રજૂ કરાયો છે. આ અહેવાલ પ્રમાણે રાજ્યમાં મોટા ભાગની નદીઓનું પાણી ચોખ્ખું નથી. સાબરમતી નદીના હાંસોલ બ્રિજ ખાતે પાણીના નમૂના લેવાયા હતા, જેમાં પાણીની ગુણવત્તા સાધારણ પ્રદૂષિત હતી, પાણીનો રંગ આછો વાદળી હતો. સાબરમતી નદી ખાતે મિરોલી પમ્પિંગ સ્ટેશને મધ્યમ પ્રદૂષિત પાણી હતું. નળસરોવર તળાવ, મહી નદી વાસદનું પાણી પ્રદૂષિત હતું. નર્મદા નદી, કબીર વડ, ભરૂચ ખાતે પાણીની ગુણવત્તા મધ્યમ પ્રદૂષિત હતી, અહીં પાણીનો રંગ લીલો હતો. મહી નદી વીરપુર, કડાણ અને આંનદપુરી ખાતે પાણીની ગુણવત્તા શુધ્ધ હતી. અનાસ નદી, કુશાલગઢ અને પાનમ નદી લુણાવાડા ખાતે પણ પાણી ચોખ્ખું હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: આજથી ગુજરાતમાં નવા વ્હિકલ નંબર પ્લેટ સાથે જ વેચાણ થશે

હવા પ્રદૂષણ નિયંત્રણ સાધનો ધરાવતા ઔદ્યોગિક એકમોની કુલ સંખ્યા 13,528

તાપી નદી વરાછા ખાતે મધ્યમ પ્રદૂષણ હોવાથી પાણીનો રંગ લીલો હતો. તાપી નદી માંડવી બ્રિજ, દમણ ગંગા નદી વાપી અને ઝરી કોઝવે, કોલક નદી, પતલિયા બ્રિજ ખાતે પણ મધ્યમ પ્રદૂષણ સામે આવ્યું હતું. એકંદરે મોટા ભાગની નદીઓમાં પ્રદૂષિત પાણી છે. ડેમ, તળાવ, નદી તથા દરિયાના પાણીના નમૂના એકત્ર કરાયા હતા. રિપોર્ટ અનુસાર રાજ્યમાં આશરે 11,776 મેટ્રિક ટન રોજનો ઘન કચરો ઉત્પન્ન થાય છે, જેમાં કિચન વેસ્ટ, મિલ્ક બેગ, કપ, હેઝાર્ડ વેસ્ટ એટલે કે પેઈન્ટ, બેટરી વગેરેનો સમાવેશ થાય છે. 8 શહેરોમાં સૌથી વધુ અમદાવાદમાં 3430 ટન ઘન કચરાનું ઉત્પાદન થાય છે.

વડોદરા શહેરમાં 1110, સુરત શહેરમાં 2187, રાજકોટ શહેરમાં 650, ગાંધીનગરમાં 120, જામનગરમાં 360, ભાવનગરમાં 240 અને જૂનાગઢ શહેરમાં 130 ટન પ્રતિ દિવસ કચરાનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં 8 મહાનગર પાલિકાઓ, 156 નગરપાલિકાઓ, 4 નોટિફાઈડ એરિયા તેમજ એક શહેરી વિકાસ સત્તા મંડળની ઘન કચરો વ્યવસ્થાપનનો અમલ કરવા માટે જવાબદાર સંસ્થા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યમાં હવા પ્રદૂષણ નિયંત્રણ સાધનો ધરાવતા ઔદ્યોગિક એકમોની કુલ સંખ્યા 13,528 થાય છે.

Back to top button