કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આવતીકાલે મતદાન: શું કહે છે ભાવનગરનો મિજાજ?

ભાવનગર 2 મે 2024: લોકસભા ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક પર કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી નિમુબેન બાંભણિયા અને ઇન્ડિ ગઠબંધનમાંથી AAP નાં ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે સીધી ટક્કર થશે. આમ તો જ્યારે ભારત દેશને અંગ્રેજોમાંથી આઝાદી મળી હતી ત્યારે ભારત દેશમાં લોકતાંત્રિક સરકારનાં ગઠન માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌપ્રથમ રજવાડું ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા અર્પણ કરાયું હતું. 1800 પાદરનું ગામ ભારત દેશને આઝાદી મળતાની સાથે જ માત્ર શહેર નહીં પરંતુ દેશના આર્થિક અને સર્વાંગી વિકાસ તેમજ દેશના એકીકરણ માટે સરદાર સાહેબને અર્પણ કરાયું હતું. આમ તો શરૂઆતમાં આઝાદી મળ્યા બાદ ભાવનગરમાં પણ કોંગ્રેસનું શાસન હતું. પરંતુ ગુજરાતના રાજકારણમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થયા બાદ છેલ્લા અમુક દાયકથી ભાવનગર લોકસભા ઉપર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તેવામાં રાજકારણની દ્રષ્ટીએ ભાવનગરનો ભૂતકાળ કેવો રહ્યો હતો? હાલ કેવી પરિસ્થિતિ છે? કયા ઉમેદવારોની કેટલા અંતરથી હાર જીત થઇ ચાલો જાણીએ આ પ્રશ્નોના જવાબ.

ભાવનગર લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
ભાવસિંહજી મહારાજના નામે ભાવનગરનું નામકરણ કરાયું હતું. જે ભૂમિ ઉપર પ્રજા ત્યાંનાં રાજાને ભગવાન માનતી હોય તેવા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જન્મભૂમિ તરીકે ઓળખાતી ભાવનગર લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલીતાણા, ગારીયાધાર અને બોટાદનો સમાવેશ થાય છે. 2022 માં આ લોકસભાની 5 વિધાનસભા બેઠક જેવી કે ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલીતાણા બેઠક પર જીત મળી હતી. અને ગ્રામ્યની બે બેઠકો જેવી કે ગારીયાધાર અને

 

પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાઇ આવ્યા હતા. 2019 લોકસભામાં ભાજપ ઉમેદવાર ડો. ભારતીબેન શિયાળને કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ સામે મેદાને ઉતાર્યા હતા. જેમાં કોંગ્રેસની હાર થઈ હતી

2019 માં ડો.ભારતી શિયાળ 3,29,519 ની લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો ડો ભારતીબેન શિયાળને 6,61,273 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર મનહર પટેલને 3,31,754 મત મળ્યા હતા. ત્યારે ભારતીબેન શિયાળ 3,29,519 મતોની લીડથી જીત્યા હતા.

1,42,150 નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી શહેરના પૂર્વ મેયર નિમુબેન બાંભણીયાને નવા ઉમેદવાર તરીકે પાર્ટીએ ઉતાર્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને નવા ઉમેદવાર તરીકે મુકાયા છે. ભાવનગર લોકસભા બેઠક પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 19,09,190 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 17,67,040 હતી. આ વખતે 1,42,150 કુલ નવા યુવા મતદારો મત આપશે

ભાજપમાંથી નિમુબેન બાંભણિયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા
2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી પ્રવીણ રાઠોડ અને ભાજપના ડો.ભારતીબેન શિયાળ મેદાને હતા જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ અને ભાજપનાં રીપીટ ઉમેદવાર ડો.ભારતીબેન શિયાળ મેદાન હતા. જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાંથી બોટાદના ધારાસભ્યને ઉમેશ મકવાણાને ઉમેદવાર તરીકે અને ભાજપમાંથી નિમુબેન બાંભણિયાને નવા ઉમેદવાર તરીકે મુકાયા છે. જ્યારે આ વખતે ભાવનગર લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?

Back to top button