દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટા પર સૌથી વધુ મતદાન, જાણો અન્ય જિલ્લાની વિગતો


ગુજરાતમાં ત્રિપાંખીય જંગની એપી સેન્ટર બની રહેલા દક્ષિણ ગુજરાતની 34 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે. જેમાં 240 ઉમેદવારોનું ભાવિ EVMમા કેદ થશે. આ માટે 78.60 લાખ મતદારો છે જેમાં 240 ઉમેદવારોનું ભાવિ થશે EVMમા કેદ થશે. આ ઉપરાંત સુરતમા વેબકેમેરાથી પ્રક્રિયા ઓનલાઈન જોઈ શકાશે.
આ પણ વાંચો : Live Update : પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ 5 વાગ્યા સુધીમાં અંદાજિત 58 ટકા જેટલું મતદાન, જાણો જિલ્લાવાર આંકડો
Live Update :
દક્ષિણ ગુજરાતના જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- ભરૂચ 63.08
- ડાંગ 64.84
- નર્મદા 68.09
- નવસારી 65.91
- સુરત 57.83
- તાપી 72.32
- વલસાડ 65.24
દક્ષિણ ગુજરાતના જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- ભરૂચ 52.45
- ડાંગ 58.55
- નર્મદા 63.88
- નવસારી 55.10
- સુરત 47.01
- તાપી 64.27
- વલસાડ 53.49
બપોરે 3 વાગ્યાની અપડેટ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારમાં આવતા સમોટ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. અત્યાર સુધી ગામના મતદાન કેન્દ્ર પર એક પણ મત પડ્યો નથી. ગામમાં 1000 જેટલા મતદારો છે, છતાં હજુ સુધી કોઈ સમજાવવા માટે આવ્યું ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે
તાપી જિલ્લાની નિઝર બેઠક પર 46.77 % જ્યારે વ્યારા બેઠક પર 45.81 % મતદાન નોંધાયું છે. 177 વાંસદા વિધાનસભા બેઠક પર 42.67 % મતદાન નોંધાયું છે. બપોર થતા જ મતદાન ધીમું પડ્યું છે.
બીલીમોરા 1 જહાંગીર બમનજી પીટીટ લાયબ્રેરી બુથ નં 105 બિલીમોરા 16 માં ચાર વખત ઇવીએમ ખોટકાતા મતદાતાઓ પરેશાન થઈ ગયા હતા. સવારથી રાબેતા મુજબ ધીમી ગતિથી મતદાન શરૂ થયું હતું
જોકે ચાર વખત ઇવીએમ મશીન ખોટકા ને કારણે અંદાજિત 30 થી 40 મિનિટ વેડફાઈ ગઈ હતી. અંતે સ્પેર ઈવીએમ મશીન બદલી નાખતા મતદારોએ પોતાનું મતદાન કરવાનું ફરી શરૂ કર્યું હતું.
સુરત સહિત દ.ગુજરાતના જિલ્લાઓમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો. આદિવાસી બેલ્ટ પર સવારથી લાઈનો લાગી છે. સુરતમાં સૌથી ઓછું મતદાન જ્યારે તાપી ડાંગમાં વધુ મતદાન.
દક્ષિણ ગુજરાતના જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- ભરૂચ 35.98
- ડાંગ 46.22
- નર્મદા 46.13
- નવસારી 39.20
- સુરત 33.10
- સુરેન્દ્રનગર 34.18
- તાપી 46.35
- વલસાડ 38.08

મતદાન મથકે કાકા-ભત્રીજો ભેટી પડ્યો હતો, AAPના અલ્પેશ કથીરિયાએ BJPના કુમાર કાનાણીના આશીર્વાદ લીધાં

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક મહિનાના નવજાત શિશુ સાથે જનેતા તનુ મિશ્રાએ કર્યું મતદાન
વરાછા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ મતદાન કરવા માટે પહોંંચ્યા

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ પહોંચ્યા

સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર મતદાન કરવા માટે પહોંચ્યા
વહેલી સવારે યુવાનો કરતાં વયોવૃદ્ધ અશક્ત મતદારો બહાર આવી મતદાન કર્યું

મહિલાઓ પણ મતદાન માટે વહેલી સવારથી મતદાન કરવા પહોંચ્યા

મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે પહોંચ્યા, દ.ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં મતદાન માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી

સુરત કતારગામ બેઠક પરથી આપ ઉમેદવાર અને આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ભાવનગરના ટીંબા ગામથી પોતાનું મતદાન કર્યું

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મતદાન કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

વાપીમાં પારડી બેઠક ઇવીએમ ખોટકાવાની ફરિયાદ
કનુ દેસાઇ વોટિંગ માટે પહોંચતા ઈવીએમ ખોટકાયું
નાણામંત્રી કનુભાઇ મતદાન કરવા પહોંચ્યા હતા, જે પછી મશીન શરૂ થયું
વિધાનસભા 2022 ચૂંટણીના પહેલા તબક્કામાં સુરતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે પાટીદારોમાં નારાજગીને લીધે પાટીદાર નેતાઓને વારંવાર સુરત મોકલ્યા હતા. ચૂંટણીમાં યુવા મતદારો કેન્દ્રવર્તિ હશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 1.50 લાખ જેટલા નવા અને યુવા મતદારો ઉમેરાયા છે. આ નવા યુવા મતદારો પૈકી કેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે એ બાબત પણ રાજકીય પક્ષો અને ઉમેદવારોની પ્રાયોરિટી લિસ્ટમાં હોવાનું જાણવા મળે છે.
રાજ્યના મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા.
#GujaratAssemblyPolls | Gujarat cabinet minister Purnesh Modi goes to the polling booth in Surat for casting his vote.
Voting for the first phase of Gujarat Elections is underway. pic.twitter.com/fUmqXOsnzz
— ANI (@ANI) December 1, 2022
આ પણ વાંચો : આજે પ્રથમ તબક્કાનું મતદાન :19 જિલ્લાની આ બેઠકો પર આજે આપશે લોકો આપશે પોતાનો ‘મત’
દ.ગુજરાતની આ બેઠકો પર થશે મતદાન
- નર્મદા જિલ્લો : બેઠકોના નામ : નાંદોદ (ST), દેડિયાપાડા (ST)
- ભરૂચ જિલ્લો : બેઠકોના નામ : જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ, અંકલેશ્વર
- સુરત જિલ્લો : બેઠકોના નામ : ઓલપાડ, માંગરોળ (ST), માંડવી, કામરેજ, સૂરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી (SC), મહુવા ST
- તાપી જિલ્લો : બેઠકોના નામ : વ્યારા (ST), નિઝર (ST)
- ડાંગ જિલ્લો : બેઠકોના નામ : ડાંગ (ST)
- નવસારી જિલ્લો : બેઠકોના નામ: જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા (ST)
- વલસાડ જિલ્લો : બેઠકોના નામ : ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ (ST)
