મોડાસા બેઠક પર ચૂંટણી બાદ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા, લાકડીઓ વડે હુમલાનો પ્રયાસ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતના મોડાસામાં ચૂંટણી પછી ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ચૂંટણી પછી મોડાસામાં મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ ચૂંટણી બાદ મોડાસાના લઘુમતી વિસ્તારમાં મામલો ગરમાયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે મતદાન વચ્ચે મોડાસા બેઠક પર માહોલ ગરમાયું છે. મોડાસામાં ચૂંટણી પછી મારપીટના દ્રશ્યો સામે આવ્યા હતા. અહીંના લઘુમતી વિસ્તારમાં લોકો વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ થતા મામલો ગરમાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે ત્યારે મતદાન વચ્ચે કલોલ બેઠક પર માહોલ ગરમાયું છે. ત્યારે લઘુમતી વિસ્તારમાં લોકો લાકડીઓ લઈને એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો અંત આવ્યો છે ત્યારે સૌ કોઈની નજર 8 ડિસેમ્બરના પરિણામ પર રહેલી છે. આ વચ્ચે 5 તારીખે મતદાન પૂર્ણ થતા બંને તબક્કામાં રાજ્યમાં એવરેજ 60 થી 62 ટકા મતદાન જોવા મળ્યું છે.
આ પણ વાંચો: તમામ Exit Poll પર ભાજપને જ બહુમત, જાણો શું છે આંકડાની મયાજાળ