પ્રથમ તબક્કાના મતદાનનું સમાપન, જાણો સૌરાષ્ટ્રના ક્યાં જીલ્લામાં કેટલું થયું મતદાન
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 54 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં વિવિધ મુખ્ય સૌરાષ્ટ્રની 48 અને કચ્છની 6 એમ કુલ 54 બેઠકો પર મતદાન પ્રક્રિયા થનાર છે. આજરોજ સૌરાષ્ટ્રના 452 જેટલા ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે.
Live Update :
આ પણ વાંચો : Live Update : બપોરે 3 વાગ્યા સુધીમાં 48% જેટલું મતદાન, જાણો જિલ્લાવાર તમામ વિગત
રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનનું સમાપન થયું છે. જેમાં સવારના 8 વાગ્યાથી શરુ કરી 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં 56.75 ટકા જેટલું મતદાન થયો હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે. તેમાં વાત કરીએ માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની તો સૌથી વધુ મતદાન ડાંગ જીલ્લામાં 64.84 ટકા અને સૌથી ઓછું મતદાન રાજકોટ જીલ્લામાં55.93 ટકા નોધાયું છે.
- અમરેલીમાં 52.73 ટકા મતદાન
- ભરૂચમાં 63.08 ટકા મતદાન
- ભાવનગરમાં 51.34 ટકા મતદાન
- બોટાદમાં 57.15 ટકા મતદાન
- ડાંગમાં 64.84 ટકા મતદાન
- દેવભૂમિ દ્વારકામાં 59.11 ટકા મતદાન
- ગીર સોમનાથમાં 60.46 ટકા મતદાન
- જામનગરમાં 53.98 ટકા મતદાન
- જૂનાગઢમાં 56.95 ટકા મતદાન
- કચ્છમાં 54.91 ટકા મતદાન
- મોરબીમાં 56.20 ટકા મતદાન
- પોરબંદરમાં 53.84 ટકા મતદાન
- રાજકોટમાં 55.93 ટકા મતદાન
- સુરેન્દ્રનગરમાં 58.14 ટકા મતદાન
રાજ્યમાં મતદાનમાં ધીમે ધીમે લોકોનો ઉત્સાહ વધ્યો, 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા જેટલું મતદાન થયું. અત્યાર સુધીમાં સૌથી વધુ મોરબીમાં 53.75 ટકા અને જામનગરમાં 42.26 ટકા સાથે સૌથી ઓછું મતદાન નોધાયું છે.
- અમરેલી 44.62
- ભરૂચ 52.45
- ભાવનગર 45.91
- બોટાદ 43.67
- ડાંગ 58.55
- દેવભૂમિ દ્વારકા 46.55
- ગીર સોમનાથ 50.89
- જામનગર 42.26
- જુનાગઢ 46.03
- કચ્છ 45.45
- મોરબી 53.75
- પોરબંદર 43.12
- રાજકોટ 46.68
‘વસુધૈવ કુટુમ્બકમ’ મતદાન મથક ખાતે સીદી સમુદાયના મતદારો પરંપરાગત વેશભૂષામાં દેખાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યમાં 34.48 ટકા મતદાન થયું છે. જેમાં પોરબંદરમાં સૌથી ઓછું 30.20 ટકા મતદાન નોંધાયું છે. જયારે ગીર સોમનાથમાં સૌથી વધુ 35.99 ટકા મતદાન નોધાયું છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓની સરેરાશ મતદાનની અપડેટ
- અમરેલી 32.01
- ભાવનગર 32.74
- બોટાદ 30.26
- દેવભૂમિ દ્વારકા 33.89
- ગીર સોમનાથ 35.99
- જામનગર 30.34
- જુનાગઢ 32.96
- કચ્છ 33.44
- મોરબી 38.61
- પોરબંદર 30.20
- રાજકોટ 32.88
- સુરેન્દ્રનગર 34.18
રાજકોટના માધાપર મતદાન મથકે કીર્તીદન ગઢવીને મતદાન આપતા અટકાવવામાં આવ્યા. આધાકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી મતદાન કરતા અટકાવવામાં આવ્યા. જેની તેમને જીલ્લા કલેકટરને રજૂઆત કરી. ત્યાર બાદ કીર્તીદાન ગઢવીએ રાજકોટ ખાતે કર્યું મતદાન.
ચૂંટણી દરમિયાન ધોરાજીમાં બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર ઝડપાતા રાજકીય ખળભળાટ
દિલીપ સંઘાણીની ‘હાર્દિક’ ટકોર, રાજકીય ભવિષ્ય અંગે કરી મહત્વની વાત
પ્રથમ તબક્કામાં પહેલા 3 કલાકના મતદાનની સરેરાશ ટકાવારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેરાત પછી જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે મતદાનના દિવસ આખરે આવી ગયો છે. પહેલા તબક્કાની 89 બેઠકો માટે આજે 19 જિલ્લામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં 788 ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સંગ્રહ થશે અને તેના પરિણામ 8 ડિસેમ્બરના જનતાની સામે આવશે. દક્ષિણ ગુજરાતના આદિવાસી બેઠકો પર મતદાન વધ્યું. સૌરાષ્ટ્રમાં હજી પણ મતદાન ઓછું. શહેરી વિસ્તારોમાં સુરત, રાજકોટ જામનગરમાં પણ મતદાનમાં નિરસતા.
સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા જેટલું મતદાન થયું, જેમાં દેવભૂમિ દ્વારકામાં 15.86 ટકા મતદાન થયું.
જિલ્લા પ્રમાણે વિગતો (તમામ આંકડા ટકામાં)
- દેવભૂમિ દ્વારકા 15.86
- મોરબી 22.27
- પોરબંદર 16.49
- કચ્છ 17.62
- ગીર સોમનાથ 20.75
- ભાવનગર 18.84
- જામનગર 17.85
- જુનાગઢ 18.85
- પોરબંદર 16.49
- રાજકોટ 18.98
- સુરેન્દ્રનગર 20.67
પ્રથમ 1 કલાકના મતદાનના આંકડા, અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાન ની ટકાવારી 4.52 %
મોરબી જીલ્લાની બેઠકો પરનું સરેરાશ મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂઆત થઈ ગઈ છે. જેમાં મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 22.30 ટકા થયું છે.
રાજકોટ જીલ્લાની બેઠકો પર સરેરાશ મતદાન
જૂનાગઠ જીલ્લામાં સરેરાશ મતદાન
જૂનાગઠ જીલ્લાની તમામ બેઠકો પર આજ સવારથી મતદાન પ્રક્રિયા શરુ થાય બાદ 11 વાગ્યા સુધીમાં માણાવદરમાં 19.86 ટકા, જૂનાગઠ માં 16.63 ટકા, વિસાવદરમાં 19.06 ટકા, કેશોદમાં 19.08 ટકા અને માંગરોળમાં 20.07 ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે.
પ્રથમ તબક્કાનું મતદાનમાં સરેરાશ 11 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ગયું છે. જેમાં પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયામાં 3 કલાકની મતદાન પ્રક્રિયા સંપૂર્ણ ગઈ છે. 89 બેઠકો પર અત્યાર સુધીમાં સરેરાશ 11 ટકા મતદાન થયું છે. માત્ર વાત કરીએ સૌરાષ્ટ્ર મતદાનની તો પોરબંદર અને દ્વારકા જીલ્લામાં ઓછું મતદાન થયું છે.
રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ગ્રુપના અગ્રણી પરિમલભાઈ નથવાણી એ જામ ખંભાળિયા ખાતે મતદાન કર્યું.
જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમાએ કર્યું મતદાન
રાજકોટ 68 વિધાનસભા પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ એ પત્ની સાથે કર્યું મતદાન.
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ કાલાવડ ખાતે શહેર પ્રમુખ હસુભાઈ વોરા સાથે કર્યું મતદાન.
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાનઃ પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ કર્યુ મતદાન
પોરબંદર ભાજપના ઉમેદવારે ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાએ ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ રૂપાળી બા કન્યાશાળા ખાતે કર્યુ મતદાન
કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના વતન ઇશ્વરીયા ગામે કર્યું મતદાન, વૃદ્ધ માતા સહિત પરિવારે કર્યું મતદાન…
રાજકોટ જિલ્લામાં 8 બેઠકો પર સવારે 9:00 કલાક સુધીમાં થયેલ મતદાનના આંકડા
રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા એ રાજકોટ ખાતે કર્યું મતદાન
જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી તથા કોળી સમાજના અગેવાન કુંવરજીભાઈ બાવળિયાએ વિછીયા ની સરકારી શાળા ખાતે તેમનું મતદાન કર્યું હતું.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ પીજીવીસીએલના જોઈન્ટ એમ.ડી એવા પત્ની પ્રીતિ શર્મા સાથે રાજકોટમાં કર્યું મતદાન
જેતપુર જામ કંડોરણા બેઠકના ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ કર્યું મતદાન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પત્ની સાથે રાજકોટ ખાતે કર્યું મતદાન
કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ કર્યું મતદાન
પરેશ ધાનાણીનો અનોખો વિરોધ સાથે મતદાન, સાયકલ પર ગેસનો બોટલ લઈને મતદાન કરવા પહોંચ્યા
કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ એ કર્યું મતદાન
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂ એ કર્યું મતદાન
78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ રાજકોટ ખાતે મતદાન કર્યું
ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ એ પરિવારજનો સાથે કર્યું મતદાન
રાજયકક્ષાના મંત્રી અરવિંદ રૈયાનીએ કર્યું મતદાન
રાજ્યના સૌરાષ્ટ્રના 1.27 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યત્વે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં મતદાનની પ્રક્રિયામાં 67 હજાર કરતા વધુ કર્મચારીઓ જોડાયા છે. આ સાથે જ 50 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર ગણાતા રાજકોટમાં 8 બેઠક ઉપર મતદાન થવા જઈ રહ્યું છે. રાજકોટ શહેરની ચાર અને જીલ્લાની ચાર બેઠક માટે મતદાન થશે. રાજકોટના રહેવાસી 12.6 લાખથી વધુ મતદારો મતદાન કરશે.
રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર ડો.પ્રદીપ ડવએ કર્યું મતદાન
રાજકોટ પશ્ચિમ બેઠકના ભાજપ ઉમેદવાર ડો.દર્શીતાબેન શાહએ કર્યું મતદાન
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા એ કર્યું મતદાન
આ પણ વાંંચો : આજે પ્રથમ તબક્કાનું મતદાન :19 જિલ્લાની આ બેઠકો પર આજે આપશે લોકો આપશે પોતાનો ‘મત’
સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે કુલ 13,462 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આજ રોજ સવારે 8 વાગ્યાથી તમામ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. મતદારો સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકશે. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને 23, કોંગ્રેસને 30 બેઠક મળી હતી સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 વિધાનસભા બેઠક છે. જેમાંથી ગત 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 23 બેઠક મળી હતી. જ્યારે, ૩૦ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. એકમાત્ર NCPને મળી હતી.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરીએ કર્યું મતદાન
સૌરાષ્ટ્રના જિલ્લાની બેઠકો પર આજે મતદાન
- કચ્છ જિલ્લો : બેઠકોના નામ : અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર
- સુરેન્દ્રરનગર જિલ્લો : બેઠકોના નામ : દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા
- મોરબી જિલ્લો : બેઠકોના નામ : મોરબી, ટંકારા, વાંકાનેર
- રાજકોટ જિલ્લો : બેઠકોના નામ : રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી
- જામનગર જિલ્લો : બેઠકોના નામ : કાલાવડ, જામનગર (ગ્રામ્ય), જામનગર (ઉત્તર), જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- દેવભૂમિ દ્વારકા જિલ્લો : બેઠકોના નામ : ખંભાળિયા, દ્વારકા, પોરબંદર
- પોરબંદર જિલ્લો : બેઠકોના નામ : કુતિયાણા, માણાવદર
- જૂનાગઢ જિલ્લો : બેઠકોના નામ : જૂનાગઢ, વીસાવદર, કેશોદ, માંગરોળ
- ગીર-સોમનાથ જિલ્લો : બેઠકોના નામ : સોમનાથ, તલાલા, કોડિનાર, ઉના
- અમરેલી જિલ્લો : બેઠકોના નામ : ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા
- ભાવનગર જિલ્લો : બેઠકોના નામ : મહુવા, તળાજા, ગારિયાધર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્વિમ
- બોટાદ જિલ્લો : બેઠકોના નામ : ગઢડા (SC), બોટાદ