ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હરિયાણાની તમામ 90 બેઠકો પર મતદાન ચાલુ, મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી

Text To Speech
  • મતદાન માટે વીસ હજારથી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા

ચંદીગઢ, 5 ઓકટોબર: હરિયાણાની તમામ 90 બેઠકો પર આજે શનિવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન ચાલશે. મતદાન માટે વીસ હજારથી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે 1,031 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને વોટિંગ રેકોર્ડ બનાવવા અપીલ કરી  છે. હરિયાણાના કાર્યકારી CM નાયબ સૈનીએ મતદાન પહેલાં ગુરુદ્વારા સાહિબમાં માથું નમાવ્યું હતું અને બાદમાં મતદાન કર્યું હતું.

 

પીએમ મોદીએ મતદારોને કરી અપીલ

PM નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે. હું તમામ મતદારોને લોકશાહીના આ પવિત્ર તહેવારનો ભાગ બનવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરું છું. આ અવસરે રાજ્યના તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્છાઓ કે જેઓ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો

લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ 2,03,54,350 મતદારો છે. જેમાં 1,07,75,957 પુરૂષો, 95,77,926 મહિલાઓ અને 467 ત્રીજા લિંગના મતદારો છે. 18થી 19 વર્ષની વયજૂથના 5,24,514 યુવા મતદારો છે. અહીં 1,49,142 વિકલાંગ મતદારો છે, જેમાંથી 93,545 પુરૂષ, 55,591 મહિલા અને 6 ત્રીજા લિંગના મતદારો છે.

આ પણ જૂઓ: અમેઠી હત્યાકાંડનો આરોપી એન્કાઉન્ટરમાં ઘાયલ, પોલીસ પિસ્તોલ છીનવવાનો કર્યો પ્રયાસ

Back to top button