ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ધોરાજીના MLA વસોયાએ મુકેલા વોટ્સએપ સ્ટેટ્સથી ફરી રાજકારણ ગરમાયુ !

Text To Speech
ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે દરરોજ તમામ પક્ષોમાં કોઈને કોઈ એવી હીલચાલ થતી રહે છે જેના કારણે આ માહોલ ગરમાઈ જાય છે અને ચૂંટણી નજીક આવી જ ગઈ છે તેવો અહેસાસ થાય છે. આજે ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પોતાના વોટ્સએપ સ્ટેટ્સ ઉપર એવો ફોટો મુક્યો છે કે જેના પગલે ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે.
શું મુક્યું છે લલિતભાઈએ પોતાના સ્ટેટ્સમાં ?
ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પોતાના સ્ટેટ્સમાં પૂર્વમંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સાથેનો ફોટો મુક્યો છે. આજે સૌરાષ્ટ્રના સાવજ અને ખેડૂતોના મસીહા કહેવાતા વિઠ્ઠલભાઈ રાદડીયાની ત્રીજી પુણ્યતિથિ છે. જેના પગલે તેમના વતન જામકંડોરણા ખાતે અનેક સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લલિતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પણ વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અગાઉ પૂર્વ મુખ્યમંત્રી સાથે સ્ટેજ શેર કરતું સ્ટેટ્સ મુક્યું હતું
ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ આજે પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં જે ફોટો મુક્યો છે તેના કારણે રાજકારણ ગરમાયુ છે. અગાઉ પણ વસોયાએ આ પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સ્ટેજ શેર કરતો ફોટો અપલોડ કર્યો હતો. ત્યારે પણ તેઓ ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. આજે ફરી એજ કર્યું છે જેના કારણે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે.
રાજકીય હરિફની સાથે સ્વ.વિઠ્ઠલભાઈના ખાસ મિત્ર હતા લલિતભાઈ
સ્વ.વિઠ્ઠલભાઈનું વ્યક્તિત્વ એવું હતું કે તેઓ પોતાના રાજકીય જીવનમાં ક્યારેય કોઈની સાથે હંમેશ માટે વેરઝેરની ભાવનાથી રહ્યા નથી. તેઓ પોતાના રાજકીય હરિફને પણ પોતાના સારા મિત્ર માનતા હતા. લલિતભાઈ પણ તેમાંના જ એક છે.
Back to top button