ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પનોતી’ શબ્દને લઈને રાજકારણ ગરમાયું, દિગ્વિજય સિંહે કહ્યું ‘મે તેનો અર્થ જાણ્યો…’

  • ‘પનોતી’ શબ્દને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ
  • રાહુલ ગાંધીએ રાજસ્થાનના જાલોરમાં વર્લ્ડ કપ હારનું કારણ ‘પનોતી’ કહ્યું, ત્યાર બાદ સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલું થયું, હવે દિગ્વિજય સિંહે પનોતી શબ્દનો અર્થ સમજાવ્યો છે.

રાજસ્થાન: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાજસ્થાનમાં પોતાની રેલી દરમિયાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હારનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું, અમારા છોકરાઓએ વર્લ્ડ કપ જીતી શક્યા હોત, પરંતુ પનોતીએ એમને હરાવ્યા. રાહુલ ગાંધીએ કોઈનું નામ નથી લીધું, પરંતુ તેમનો સંદર્ભ પીએમ મોદી તરફ હોવાનું માનવામાં આવે છે. રાહુલના આ નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલુ થયું છે. રાહુલના નિવેદન બાદ બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પ્રિયંકા ગાંધીનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હવે લોકો ઈન્દિરા ગાંધીને પનોતી કહેશે. આ પછી પનોતીને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ટ્વિટર પર યુદ્ધ છેડાયું હતું. હવે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા યુદ્ધમાં દિગ્વિજય સિંહ પણ જોડાયા છે.

દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને કહ્યું, ‘પનોતી’નો અર્થ શું છે? મેં શોધી કાઢ્યો છે. તે નકારાત્મક શબ્દ છે. જ્યારે કોઈ કામ થતું અટકે ત્યારે તે વ્યક્તિ ‘પનોતી’ કહેવાય છે. પનોતી શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે થાય છે જે તેની આસપાસના લોકો માટે દુર્ભાગ્ય અથવા ખરાબ સમાચાર લાવે છે, તેથી તે શબ્દને નકારાત્મક શબ્દ કહેવામાં આવે છે. વર્લ્ડ કપ શરૂ થતાની સાથે જ આ શબ્દ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ કોને કહ્યું હતું? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને ‘પનોતી’ કેમ માની? તેઓ તેમની નજરમાં ‘વિશ્વગુરુ’ છે.

 

રાહુલે શું કહ્યું?

રાહુલ ગાંધી જનસભામાં પીએમ મોદીનો ઉલ્લેખ કરીને તેમના પર નિશાન સાધતા હતા.આ દરમિયાન જાહેર સભામાં કેટલાક લોકોએ પનોતી પનોતીના સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આના પર રાહુલે કહ્યું કે, સારી રીતે અમારા ખેલાડીઓ વર્લ્ડ કપ જીતી શક્યા હોત, પરંતુ પનોતીએ તેમને હરાવ્યા, ટીવીના લોકો આવું નહીં કહે, પણ જનતા જાણે છે.

 

ભાજપે રાહુલ ગાંધીને ઘેર્યા

રાહુલના નિવેદન પર ભાજપ ગુસ્સે થઈ ગયું. ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે, જાલોરમાં રાહુલ ગાંધી પનોતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું અપમાન કરી રહ્યા છે. તે જ સમયે, બીજેપી સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમણે (રાહુલ ગાંધીએ) પોતાનો અસલી રંગ બતાવ્યો છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે તેમની માતા સોનિયા ગાંધીએ ગુજરામમાં પીએમ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને ‘મોતના સૌદાગર’ કહ્યા પછી ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે ડૂબી ગઈ હતી.

 

કોંગ્રેસે વર્લ્ડ કપની હારના જવાબદાર મોદી ગણાવ્યા

યુપી કોંગ્રેસ અધ્યક્ષે વર્લ્ડ કપમાં ભારતની હારનો દોષ પીએમ મોદી પર નાખ્યો છે. તેમણે કહ્યું, મોદીને જોઈને ખેલાડીઓ તણાવમાં આવી ગયા હતા. મોદીએ મેચમાં નતું જવું જોઈતું હતું. મોદીના કારણે મેચ હારી, ગયા કારણ કે ખેલાડીઓ દબાણમાં આવી ગયા હતા, આજ હારનું કારણ હતું. વધુમાં તેમણે કહ્યું કે વર્લ્ડ કપની પહેલાં જ મળી લેવું હતું જો એમનું મનોબળ જ વધારવું હતું તો, ફાઈનલમાં નતું જવું.

આ પણ વાંચો: PM મોદીની પનૌતી સાથે સરખામણી કરવી રાહુલ ગાંધીને મોંઘી પડી શકે છે, FIRની માંગ

Back to top button