રાહુલ ગાંધી સાથે શર્ટલેસ બાળકના ફોટો પર ગરમાયું રાજકારણ, બીજેપી નેતાઓએ કરી આકરી ટીકા
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હરિયાણાના કરનાલમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે એક બાળક આટલી ઠંડીમાં પણ શર્ટલેસ દેખાતા ભાજપ તેને લઈને કોંગ્રેસ પર નિશાન સાંધી રહ્યું છે. અને ભાજપે દ્વારા તેને લઈને ખુબ નિંદ્દા પણ કરવામાં આવી રહી છે. હાલ સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને ભાજપના નેતાઓ એક પછી એક કરીને આ ફોટોને લઈને ટ્વિટ કરી કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે.
ભારત જોડો યાત્રામાં જોવા મળ્યો શર્ટલેસ બાળક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રાને લઈને પહેલીથી જ વિપક્ષના નિશાના પર છે. કડકડતી ઠંડીમાં ટી-શર્ટ પહેરીને મુસાફરી કરવા બદલ વિપક્ષના નેતાઓ પણ તેમના પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે હવે યાત્રામાં એક બાળકને કડકડતી ઠંડીમાં શર્ટલેસ થઈને યાત્રા કરાવવા માટે આકરી ટીકા કરી રહ્યા છે. તો વળી એક બીજેપી નેતાએ તેમની આ તસવીરને બેશરમ ગણાવી છે. તો વળી બીજા એક નેતાએ કહ્યુ હતુ કે “ચૂંટણી પંચ પણ રાજકીય પક્ષોને તેમના પ્રચારમાં બાળકોને સામેલ કરવાની મંજૂરી આપતું નથી, તો પછી રાહુલ ગાંધી ઠંડીની સ્થિતિમાં બાળક સાથે કેમ ફરતા હતા?, આ બાબતે રાહુલ ગાંધી સામે યોગ્ય પગલાં લેવા જોઈએ”.
4 डिग्री तापमान में राजनीति के लिए एक बच्चे को कपड़े उतार के घुमाना एक बेशर्म ही कर सकता हैं pic.twitter.com/9ZSzitf3EQ
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 6, 2023
રાહુલ ગાંધીએ શેયર કર્યો હતો ફોટો
કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે સવારે હરિયાણાના પાણીપતથી કરનાલ પહોંચી હતી. આ દરમિયાન ટ્વિટર પર રાહુલ ગાંધી દ્વારા આ યાત્રાના એક ફોટોને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે. આ ફોટોમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળી રહ્યો છે. જેના શરીર પર ઉપરના કપડા નથી એને તે રાહુલ ગાંધીનો હાથ પકડીને ચાલી રહ્યો છે.
So @INCIndia deleted their Tweet.But does it whitewash the act of CHILD ABUSE for a mere Photo Op?
Plz take this into serious consideration & appropriate action must be taken by @NCPCR_ against INC. Also notify the parents of the kid for giving approval.https://t.co/Kw9RF6DXml pic.twitter.com/Vu5k9qcDbs
— Chandni Preeti Vijaykumar Shah (@adv_chandnishah) January 6, 2023
બીજેપી નેતાએ કર્યા પ્રહાર
રાહુલ ગાંધીનો આ બાળક સાથે ફોટો વાયરલ થતા બીજેપી નેતા તેજિંદર સિંહ બગ્ગાએ રાહુલ ગાંધી આકરા પ્રહારો કર્યા હતા. અને તેમના આ ફોટાને બેશરમ ગણાવ્યો હતો. બગ્ગાએ ટ્વીટ કર્યું છે કે ચાર ડિગ્રી તાપમાનમાં માત્ર એક બેશરમ વ્યક્તિ જ બાળકને રાજનીતિ માટે કપડાં ઉતારી શકે છે.
Even the election commission doesn’t allow political parties to involve children in their campaigns, then why Rahul Gandhi was walking with a child in freezing conditions?
We request the @MinistryWCD to take strict note of and an appropriate action against Rahul Gandhi. pic.twitter.com/Awl4fjhOyL
— Puneet Sharma (@iPuneetSharma) January 7, 2023
ભારત જોડો યાત્રામાં સામેલ થનાર બાળક કોણ છે?
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે સામેલ થનાર આ બાળક હરિયાણાના રામપુર કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુતિઉર રહેમાન ખાન બબલુનો 11 વર્ષનો પુત્ર સલાઉર રહેમાન છે. ભારત જોડો યાત્રામાં સલાઉર રહેમાન પણ તેના પિતા સાથે જોડાયો હતો. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે મુલાકાત દરમિયાન સલાઉર રહેમાન ખાને રાહુલ ગાંધીનું અભિવાદન કર્યું . અને રાહુલ ગાંધીએ તેમને ટોફી પણ આપી હતી. રાહુલ ગાંધીના હાથમાંથી ટોફી મેળવ્યા બાદ સલાઉર રહેમાન ખૂબ જ ગર્વ અનુભવે છે. તે કહે છે કે તે મોટો થઈને રાહુલ ગાંધી જેવો બનવા માંગશે. સલાઉર રહેમાન કહે છે કે રાહુલ ગાંધીએ તેમને આપેલો પ્રેમ અને ભેટ તેઓ હંમેશા યાદ રાખશે.
આ પણ વાંચો : ટેક્સટાઈલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે : હર્ષ સંઘવી