નેશનલ

મનિષ સિસોદિયાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું, બાળકોને ઢાલ બનાવવાનો આરોપ

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાની ધરપકડના સાત દિવસ પછી પણ દેશની રાજધાનીમાં રાજકીય તોફાન શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. ઉલટું, ‘ઈમાનદાર કૌન‘ને લઈને રાજકારણ ગરમાયું છે. આ લડાઈમાં AAPના ‘આઈ લવ યુ મનિષ સિસોદિયા‘, કોંગ્રેસની ‘શરાબ કી સેલ મે પટપડગંજ વિધાયક જેલ મે’ અને BJPની કેજરીવાલ સરકારના બેફામ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ રસ્તા પર આવવાની ઘટનાએ આગમાં ‘ઘી’ હોમવાનું કામ કર્યું છે.

હાલમાં AAP નેતાઓ અને કાર્યકરોએ મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને પ્રમાણિક સાબિત કરવા માટે દિલ્હીમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે. APPના પ્રચારનું નામ આઈ લવ યુ મનિષ સિસોદિયા છે. આ અભિયાન હેઠળ AAP કાર્યકર્તાઓ શાળાઓમાં મનિષ સિસોદિયાના પોસ્ટર લગાવી રહ્યા છે. આ પ્રચારમાં AAP ધારાસભ્યો આતિષી સિંહ, જસ્મીન શાહ અને પાર્ટીના ધારાસભ્યો ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાની હોળી જેલમાં જ વિતાવશે, કોર્ટે 2 દિવસ માટે CBIના રિમાન્ડ લંબાવ્યા

AAPના 5 સમર્થકો સામે FIR

મનિષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં AAP દ્વારા શરૂ કરાયેલ ‘આઈ લવ મનિષ સિસોદિયા’ અભિયાનને લઈને દિલ્હીના શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના આદેશ બાદ દિલ્હી પોલીસે 5 લોકો સામે કેસ નોધ્યાં છે. NCPCRએ કહ્યું કે શિક્ષણ ટાસ્ક ફોર્સના સભ્યો શૈલેષ, રાહુલ તિવારી, વૈભવ શ્રીવાસ્તવ, તારિષી શર્મા અને દિલ્હી ડાયલોગ કમિશનના ઉપાધ્યક્ષ જસ્મીન શાહે શાળાના આચાર્યો અને શિક્ષકોને આ અભિયાનમાં જોડી તેમની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેથી તેમની સામે કેસ નોંધીને કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : આ ડિવાઇસના આધારે મનીષ સિસોદિયાની થઈ ધરપકડ, જાણો 2021 થી અત્યાર સુધીનો સમગ્ર ઘટના ક્રમ

બાળકોને મ્હોરું બનાવવામાં આવી રહ્યા છે : મનોજ તિવારી

વાસ્તવમાં BJP સાંસદ મનોજ તિવારીએ NCPCRને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે સ્કૂલોની બહાર સ્ટોલ લગાવીને બાળકો પાસેથી સિસોદિયાના સમર્થનમાં પોસ્ટર બનાવી લગાવવામાં આવી રહ્યા છે. તેનાથી બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડશે. BJPનો આરોપ છે કે દારૂના કૌભાંડમાં ધરપકડ કરાયેલા મનિષ સિસોદિયાની પ્રશંસા કરવા અને તેમની તરફેણમાં સહાનુભૂતિ દર્શાવવા માટે શાળાના બાળકોને મહોરું બનાવવામાં આવી રહ્યા છે.

લોકોને AAPનું સત્ય જણાવીશું : અનિલ ચૌધરી

બીજી બાજુ કોંગ્રેસે પણ લીકર કૌભાંડને લઈને મનિષ સિસોદિયાના વિધાનસભા ક્ષેત્ર પર પોસ્ટર વોર શરૂ કર્યું છે. કોંગ્રેસના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘શરાબ કી સેલ મે પટપડગંજ વિધાયક જેલ મે’. દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ જણાવ્યું છે કે જેલમાં બંધ મનિષ સિસોદિયા વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાઓ ડોર ટૂ ડોર જઈ લોકોને AAPનું સત્ય જણાવશે. સિસોદિયાના વિરોધના બહાને દિલ્હી કોંગ્રેસનો એક વર્ગ લાંબા સમયથી સક્રિય જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાની ધરપકડ બાદ હવે CMની પુત્રીની ધરપકડ થવાની શક્યતા

આઈ લવ મનિષ સિસોદિયા’ અભિયાન શું છે

સિસોદિયાની ધરપકડના વિરોધમાં AAPના નેતાઓએ ‘આઈ લવ મનિષ સિસોદિયા’ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત એક સરકારી શાળાના ગેટ પર ‘આઈ લવ મનિષ સિસોદિયા’ના પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશને BJP સાંસદ અને NCPCRની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. મનિષ સિસોદિયા સોમવાર સુધી CBI રિમાન્ડ પર છે. 10 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટ તેના જામીન પર સુનાવણી કરશે.

ડોર-ટુ-ડોર ઝુંબેશ હેઠળ, જ્યારે AAP નેતાઓ સિસોદિયાને કટ્ટર પ્રમાણિક સાબિત કરવા માટે મક્કમ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસીઓ મનિષ સિસોદિયાની આડમાં આખી સરકારને ભ્રષ્ટ અને જનવિરોધી ગણાવવા માટે મક્કમ છે. ખાસ વાત એ છે કે રાજકીય પક્ષો વચ્ચેની આ ખેંચતાણ હવે પોસ્ટર વોરમાં ફેરવાઈ ગઈ છે.

Back to top button