ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને ફાઈનલમાં આમંત્રણ ન મળતાં રાજકારણ ગરમાયું

  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે (19 નવેમ્બર) ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

India Vs Australia Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે પરાજય થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત આ મેચ જોવા માટે દેશ-વિદેશના VIP લોકો પહોંચ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ટીમ ઈન્ડિયાને સમર્થન આપવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જો કે, હવે તેમની મુલાકાતને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે અને વિપક્ષોએ તેમને ઘેરવાનું શરૂ કર્યું છે.

સંજય રાઉતે પીએમને સ્ટેડિયમ જવા પાછળ પ્લાન હોવાનું કહ્યું

શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મેચ જોઈ રહેલા પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપ પડદા પાછળ એક ગેમ પ્લાન બનાવ્યો હતો, કે જો ભારતીય ટીમ જીતે તો પીએમ મોદી પોતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહે. રાઉતે કહ્યું કે જો તમે કપિલ દેવને ના બોલાવો આતો કેવી ક્રિકેટ?, આ ફાઈનલમાં રાજકારણ રમાયું છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે કહ્યું છે કે તેમને મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

ફાઈનલની હારએ દરેકને દુ:ખી કર્યા: સંજય રાઉત

સંજય રાઉતે કહ્યું કે મેચ જોવા માટે કલાકારોને મેદાનમાં બોલાવવામાં આવ્યા હતા, નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કપિલ દેવને ફાઈનલ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમણે અમદાવાદના ક્રિકેટ ચાહકો પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જેમ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સનું મેદાન છે તેવી જ રીતે મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ પણ છે. આ મેચ વાનખેડે જેવા સ્ટેડિયમમાં યોજાવાની હતી, જ્યાં ટીમને વધુ સપોર્ટ મળ્યો હોત. તેમણે કહ્યું કે ભારતની હારથી દરેકના દિલ પર અસર થઈ છે.

 

કપિલ દેવને આમંત્રણ ન મળવા બદલ કોંગ્રેસે પણ ઉઠાવ્યા સવાલો

ફાઈનલ મેચમાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવને આમંત્રણ ન આપવા બદલ કોંગ્રેસ પણ પ્રહારો કરી રહી છે. મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે કહ્યું, ‘આજના સમયમાં દરેક જગ્યાએ રાજકારણ થઈ રહ્યું છે. તો પછી ક્રિકેટ કેવી રીતે છોડી શકાય? અહીં પણ રાજકારણ ચાલે જ છે. કપિલ દેવને આમંત્રણ આપવામાં ન આવ્યું તેનું કારણ રાજકારણ જ છે.

આમંત્રણ ન મળવા અંગે કપિલ દેવે કહ્યું…

1983માં ભારતનો પહેલો ODI વર્લ્ડ કપ જીતનાર કપિલે કહ્યું કે તે તેના સાથી ખેલાડીઓ સાથે ફાઇનલ મેચ જોવા જવા માંગતો હતો, પરંતુ તેમણે કહ્યું કે, ‘મને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેઓએ મને ફોન પણ કર્યો નથી તેથી હું ગયો નથી’. તેમણે વધુમાં કહ્યું કે, ‘મને મજા આવોત જો આમંત્રણ મળ્યું હોત તો, હું પણ મારી 1983ની આખી ટીમ મારી સાથે હોત, પરંતુ મને લાગે છે કે આ એક મોટી ટુર્નામેન્ટ છે અને લોકો જવાબદારીઓમાં વ્યસ્ત હશે એટલે તેઓ ભૂલી ગયા હશે’.

આ પણ વાંચો: WORLD CUP 2023: ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચેમાં વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તુટ્યા

Back to top button