મનોરંજન

સીએમ યોગી, ખટ્ટર સહિતના રાજકારણીઓએ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો

બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકનું બુધવારે નિધન થયું. તેઓ બોલિવૂડમાં તેમના અમૂલ્ય યોગદાન માટે જાણીતા છે. અભિનેતા અનુપમ ખેરે ગુરુવારે સવારે સતીશ કૌશિક વિશે ટ્વિટ કરીને માહિતી આપી હતી. અનુપમ ખેરે લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે! પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ. તારા વિના જીવન ક્યારેય સરખું નહીં થાય, સતીશ. ઓમ શાંતિ!

આ પણ વાંચો : અભિનેતા સતીશ કૌશિકનું 66 વર્ષે નિધન, અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન અને અન્ય ઘણા રાજકારણીઓએ સતીશ કૌશિકના મૃત્યુના સમાચાર પર શોક વ્યક્ત કર્યો હતો. સતીશ કૌશિકના નિધન પર તમામ રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો.

સીએમ ખટ્ટરે ટ્વિટર પર લખ્યું, સતીશ કૌશિકના પરિવારને ભગવાન આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. સતીશ કૌશિકને પણ ભગવાન ચરણોમાં સ્થાન આપે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે લખ્યું છે કે બોલિવૂડની પ્રખ્યાત હસ્તી સતીશ કૌશિકના નિધન અંગે જાણીને મને આઘાત લાગ્યો છે. તેઓ એક અદ્ભુત અભિનેતા, હાસ્ય કલાકાર, પટકથા લેખક, દિગ્દર્શક અને નિર્માતા હતા. આ મુશ્કેલ સમયમાં તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું છે કે જાણીતા અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક સતીશ કૌશિકનું નિધન અત્યંત દુખદ છે અને ફિલ્મ જગત માટે અપુરતી ખોટ છે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના. તેમજ તેમના ચાહકો અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

પંજાબના સીએમ ભગવંત માને પણ સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે સતીશ કૌશિકનું અકાળે નિધન ખૂબ જ દુઃખદ છે. સતીશ તમે તમારી કળા દ્વારા હંમેશા અમારા હૃદયમાં જીવતા રહેશો. તમને જણાવી દઈએ કે 67 વર્ષીય સતીશ કૌશિકનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. સતીશ કૌશિક હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના હતા અને હરિયાણા ફિલ્મ પ્રમોશન બોર્ડના અધ્યક્ષ પણ હતા.

Back to top button