પંકજ ઉધાસના નિધન પર રાજનેતા અને બોલિવૂડ સેલેબ્સે પાઠવી ભાવભીની શ્રદ્ધાંજલિ
મુંબઈ (મહારાષ્ટ્ર), 26 ફેબ્રુઆરી: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે મુંબઈમાં 72 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચાર બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પીએમ મોદીથી લઈને ગાયક સોનુ નિગમ સુધીના ઘણા સેલેબ્સ અને રાજકરણીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
પીએમ મોદીએ પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો
We mourn the loss of Pankaj Udhas Ji, whose singing conveyed a range of emotions and whose Ghazals spoke directly to the soul. He was a beacon of Indian music, whose melodies transcended generations. I recall my various interactions with him over the years.
His departure leaves… pic.twitter.com/5xL6Y3Sv75
— Narendra Modi (@narendramodi) February 26, 2024
શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ લખ્યું, ‘હું પંકજ ઉધાસ જીના નિધન પર શોક વ્યક્ત કરું છું, જેમની ગાયકીએ કેટલીક ભાવનાઓ વ્યક્ત કરી હતી અને જેમની ગઝલ સીધે જ અંતરાત્માને પહોંચતી હતી. તે ભારતીય સંગીતના એક દીવાદાંડી હતા, જેમની ધૂન પેઢીઓથી ચાલતી આવી છે. મને તેમની સાથે વર્ષો પહેલા થયેલી કેટલીક વાતચીતો યાદ છે. તેમના નિધનથી સંગીત જગતમાં એક ખાલીપો પડી ગયો છે જે તેમનું સ્થાન કોઈ નહીં લઈ શકે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
નીતિન ગડકરીએ પાઠવી શ્રદ્ધાંજલિ
मशहूर गजल गायक पंकज उधास जी के निधन का समाचार दु:खद है। उन्हें मेरी भावभीनी श्रद्धांजलि। गजल की दुनिया का बड़ा नाम रहे पंकज जी ने अपने गानों से लोगों के दिलों पर राज किया। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और परिजनों को संबल दे। ॐ शांति
— Nitin Gadkari (@nitin_gadkari) February 26, 2024
નીતિન ગડકરીએ લખ્યું, ‘પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસ જીનું નિધન મારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. તેમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ગઝલની દુનિયામાં એક મોટું નામ એવા પંકજજીએ પોતાના ગીતોથી લોકોના દિલ પર રાજ કર્યું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ.’
સોનુ નિગમે કહ્યું, કે મારા નાનપણનો મહત્વનો હિસ્સો નથી રહ્યો
View this post on Instagram
ફેમસ સિંગર સોનુ નિગમે પંકજ ઉધાસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X હેન્ડલ પર શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું કે, મારા નાનપણનો સૌથી મહત્ત્વપૂર્ણ હિસ્સો મેં આજે ગુમાવી દીધો છે. પંકજ ઉધાસ જી, અમે તમને ક્યારેય ભૂલીશું નહીં…
સીએમ યોગી આદિત્યનાથે પણ દુ:ખ વ્યક્ત કર્યું
प्रख्यात गायक, ‘पद्म श्री’ पंकज उधास जी का निधन अत्यंत दुःखद एवं संगीत जगत की अपूरणीय क्षति है।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान तथा उनके शोकाकुल परिजनों व प्रशंसकों को यह अथाह दुःख सहने की शक्ति दें।
ॐ शांति!
— Yogi Adityanath (@myogiadityanath) February 26, 2024
પંકજ ઉધાસ જીને શ્રદ્ધાંજલિ આપતા યોગી આદિત્યનાથે લખ્યું, ‘પ્રસિદ્ધ ગાયક, ‘પદ્મશ્રી’ પંકજ ઉધાસ જીનું નિધન ખૂબ જ દુ:ખદ છે અને સંગીત જગતની આ એક મોટી ખોટ છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો અને પ્રશંસકોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ!’
અનુપ જલોટાએ ફોટો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી
View this post on Instagram
ગાયક, સંગીતકાર અને અભિનેતા અનુપ જલોટાએ સોશિયલ મીડિયા પર પંકજ ઉધાસ સાથેનો ફોટો શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘આઘાતજનક સમાચાર… સંગીત જગતના દિગ્ગજ અને મારા મિત્ર પંકજ ઉધાસનું નિધન થયું છે. આ મુશ્કેલ સમયે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તેમના ગઝલનો વીડિયો શેર કર્યો
Deeply saddened by the loss of Pankaj Udhas ji, a legendary artist whose ghazals resonated with generations. His soulful music touched the hearts of many. Om shanti 🙏#PankajUdhas pic.twitter.com/9CRAYIiJdZ
— Harsh Sanghavi (@sanghaviharsh) February 26, 2024
આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ફેમસ સિંગર અદનાન સામી સહિત તેમના કેટલાક ચાહકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે.
આ પણ વાંચો: …લૌટ કે ફિર ના આને વાલેઃ આવી હતી ગઝલ કિંગ પંકજ ઉધાસની લવ સ્ટોરી