ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહુઆ મોઈત્રા વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે રાજકીય આઘાત-પ્રત્યાઘાત

  • મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની લોકસભા સદસ્યતા રદ કરવા પર આકરી પ્રત્યાઘાત આપ્યા. તેમણે કહ્યું કે આ લોકશાહીની હત્યા છે.

નવી દિલ્હી, 08 ડિસેમ્બર: સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે એથિક્સ કમિટીએ TMC સાંસદ મહુઆ મોઇત્રા સામેના કેશ ફોર ક્વેરીના આરોપો પર લોકસભામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ સ્પીકર દ્વારા કાર્યવાહી કરીને મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ કરવાનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પણ મહુઆના સમર્થનમાં મોટી વાત કહી છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવા પર મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું કે આ લોકશાહીની હત્યા છે. તેમણે લોકસભાના નિર્ણયની મિનિટોમાં કહ્યું, “લોકશાહી બાયપાસ સર્જરીમાંથી પસાર થઈ છે.”

દાર્જિલિંગના કુર્સિયોંગમાં મમતા બેનર્જીએ કહ્યું, “હું તમને કહું છું કે મહુઆ (મોઇત્રા) સંજોગોનો શિકાર બની છે. હું તેની સખત નિંદા કરું છું. અમારી પાર્ટી (TMC) મહુઆની સાથે છે, અમારી પાર્ટી INDIA ગઠબંધનની સાથે મળીને લડશે”. તેમણે વધુમાં કહ્યું કે, “આ લોકશાહી માટે દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપનું વલણ જોઈને મને દુઃખ થયું છે. તેઓએ કેવી રીતે લોકશાહી સાથે દગો કર્યો. તેઓએ મહુઆને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા દીધું નહીં. તે ઘોર અન્યાય છે.”

મમતા બેનર્જીએ બીજું શું કહ્યું?

તેમણે કહ્યું કે દરેક પાર્ટીને સમય આપવામાં આવ્યો નથી. 485 પેજનું પેપર વાંચવા માટે પણ સમય આપ્યો નથી. મહુઆ આ યુદ્ધ જીતશે અને અમે તેની સાથે છીએ. જનતા ભાજપને જડબાતોડ જવાબ આપશે અને મહુઆને વિજયી બનાવશે.

મહુઆ મોઇત્રાની સદસ્યતા રદ કરવી યોગ્ય નથી – જોન બ્રિટાસ

માર્ક્સવાદી પક્ષના સાંસદ જોન બ્રિટાસે કહ્યું કે મોદી સરકારને ઘેરનાર મહુઆ મોઇત્રાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આ યોગ્ય નથી.

વિરોધ પક્ષોએ શું કહ્યું?

મહુઆ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ નિર્ણય પાયાવિહોણા તથ્યોના આધારે અને બદલાની ભાવના સાથે લેવામાં આવ્યો છે.

 

શિવસેના યુબીટી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આરોપ લગાવનારના નિવેદનના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ન્યાયની કુદરતી પ્રક્રિયાની વિરુદ્ધ છે.

 

આ પણ વાંચો: નાણાના બદલામાં પ્રશ્નો પૂછવાના કેસમાં મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ થયું રદ્દ

Back to top button