લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મળ્યું 3967 કરોડનું ડોનેશન, જાણો કોંગ્રેસને કેટલું મળ્યું
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2025: 2024માં લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મળતું ડોનેશન ગત વર્ષની તુલનામાં 87 ટકા વધીને 3,967.14 કરોડે પહોંચી ગયું છે, જ્યારે પાર્ટીના કૂલ શેરમાં ચૂંટણી બોન્ડની ભાગીદારી ઘટીને અડધાથી ઓછી થઈ ગઈ છે. જેમ કે ભાજપની 2023-24ના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું હતું. સોમવારે ચૂંટણી પંચ તરફથી જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટથી જાણવા મળે છે કે ભાજપને આપવામાં આવેલા સ્વૈચ્છિક યોગદાન 2022-23માં 2120.06 કરોડ રુપિયાથી વધીને 2023-24માં 3967.14 કરોડ રુપિયા થઈ ગયું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભાજપને ચૂંટણી બોન્ડ તરીકે 1685.62 કરોડ રુપિયા મળ્યા છે, જો તેમનું કૂલ યોગદાન 43 ટકા છે, તો વળી 2022-23માં પાર્ટીને ચૂંટણી બોન્ડ તરીકે 1294.14 કરોડ રુપિયા મળ્યા હતા, જે કૂલ યોગદાનના 61 ટકા હતું. ગત વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને અસંવૈધાનિક ગણાવી દીધું હતું અને તેને રદ કરી દીધું હતું.
રિપોર્ટ અનુસાર, લોકસભા ચૂંટણી વર્ષ માટે અપેક્ષિત રીતે સામાન્ય પ્રચાર પર ભાજપનો ખર્ચ છેલ્લા એક વર્ષમાં 1092.15 કરોડ રુપિયાથી વધીને 1754.06 કરોડ રુપિયા થઈ ગયો, તેમાં 591.39 કરોડ રુપિયા જાહેરાતો અને પ્રચાર પર ખર્ચા કર્યા, કોંગ્રેસ ભલે ફંડના મામલામાં ભાજપથી ખૂબ જ પાછળ હોય, પણ ચૂંટણી વર્ષમાં તેના ફંડમાં મોટો ઉછાળો આવ્યો.
કોંગ્રેસને કેટલું ફંડ મળ્યું અને કેટલો ખર્ચ કર્યો
કોંગ્રેસના વાર્ષિક રિપોર્ટમાંથી જાણવા મળે છે કે, પાર્ટીને ડોનેશન 2022-23માં 268.62 કરોડ રુપિયાથી 320 ટકાના વધારો થયો છે અને તે 2023-24માં 1129.66 કરોડ રુપિયા થઈ ગયું. પાર્ટીને મળતા કૂલ ફંડમાં ચૂંટણી બોન્ડની ભાગીદારી 73 ટકા રહી. જે 828.36 કરોડ રુપિયા છે, જ્યારે 2022-23માં 171.02 કરોડ રુપિયા હતી, કોંગ્રેસનો ચૂંટણી ખર્ચ ગત વર્ષે 192.55 કરોડથી વધીને 619.67 કરોડ રુપિયા થઈ ગયો છે.
ગત અઠવાડીયે ચૂંટણી પંચ તરફથી જાહેર 2023-24 માટે ટીએમસીના વાર્ષિક રિપોર્ટ અનુસાર, પાર્ટીની આવક ગત વર્ષની તુલનામાં 333.64 કરોડ રુપિયાથી વધીને 646.39 કોડ રુપિયા થઈ ગઈ. ચૂંટણી બોન્ડ દ્વારા પાર્ટીને લગભગ 95 ટકા ફંડ મળ્યુ છે.
આ પણ વાંચો: 28 જાન્યુઆરી, 2025: તુલા રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે