ગુજરાતમાં પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મેદાને ઉતરવા તૈયારીઓ આદરી


- આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ
- ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ
- આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે
ગુજરાતમાં પાલિકા-ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ મેદાને ઉતરવા તૈયારીઓ આદરી છે. જેમાં ખેડા-બનાસકાંઠા જિલ્લા પંચાયત 80 નગરપાલિકા સહિત ચારેક હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ સજ્જ છે.
આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ
આ વખતે 27 ટકા ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા-પંચાયતની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે. એવી જાણકારી મળી રહી છે કે, ઉતરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા-પંચાયતની ચૂંટણીનું એલાન થઇ શકે છે. પંચાયતની ચૂંટણીઓને પગલે રાજકીય પક્ષોએ પણ અત્યારથી ચૂંટણી મેદાને ઉતરવા તૈયારીઓ આદરી છે.
ચૂંટણી પંચ પણ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ માટે સજ્જ થયુ
વિધાનસભાની ચૂંટણી જીતવાનો પાયો નાખવા ભાજપ-કોંગ્રેસે તો અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ હવે ચૂંટણી પંચ પણ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ માટે સજ્જ થયુ છે. મીની ધારાસભા સમાન આ ચૂંટણીઓ માટે ચૂંટણી પેંચ મતદાર યાદીને ઓપ આપી રહ્યુ છે. હજુ ઘણાં જિલ્લામાં મતદાર યાદીનુ કામકાજ ચાલુ છે. આગામી સપ્તાહના અંત સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર થાય તેમ છે.
આ પણ વાંચો: સુરતમાં ડિજિટલ એરેસ્ટની ઘટના બની, યુવાન પાસેથી રૂ.23.50 લાખ પડાવ્યા