ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છેલ્લા એક દાયકામાં રાજકીય પક્ષોની સંખ્યામાં બમણો વધારો, પરંતુ બેઠકો જીતવાના મામલા…

Text To Speech

અમદાવાદ, 17 માર્ચ : ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જો કે મજાની વાત એ છે, ભારતમાં દર ચૂંટણી વખતે રાજકીય પક્ષો પણ વધી રહ્યા છે. Twenty 20 Party, Mother India Party, The Imperial Party of India, National Power Party, Sabhi Jana Party, The Humanist Party of India, Watan Janata Party એ ભારતમાં હાજર કેટલાક રાજકીય પક્ષોના નામ છે. કદાચ આમાંથી કોઈ પણ નામ તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય… પરંતુ ચૂંટણીઆવતાં જ આ બધા જ પક્ષો સક્રિય બની જતા હોય છે.

જો કે ચૂંટણી સમયે, લોકો માત્ર થોડા રાજકીય પક્ષો પર ધ્યાન આપે છે, પરંતુ ભારતમાં રાજકીય પક્ષોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. તમે મોટા ભાગના પક્ષોને જુઓ છો, ચૂંટણી દરમિયાન તેમની પ્રવૃત્તિ પણ વધી જાય છે. તેમ નાના પક્ષો ચૂંટણી આવતા સક્રિય બની જતા હોય છે. આવો અહીં આપણે છેલ્લી ત્રણ ચૂંટણીઓનું વિશ્લેષણ જોઈએ.

2009ની સરખામણીમાં 2019માં બમણી પાર્ટીઓએ ચૂંટણી લડી હતી.

હવે જો 2009ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કુલ 363 પક્ષોએ ચૂંટણી લડી હતી. તેમાંથી 325 પક્ષોને એક પણ બેઠક મળી શકી ના હતી. તે જ સમયે, 464 પક્ષોએ 2014ની ચૂંટણી લડી હતી. તેમાંથી 428 પક્ષોને એક પણ બેઠક મળી શકી ના હતી. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો તેમાં 668 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આમાં 631 પાર્ટીઓ એક પણ બેઠક નથી મળી.

2009ની ચૂંટણીમાં 3,825 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. જ્યારે 2014ની ચૂંટણીમાં 3,235 અપક્ષ ઉમેદવારોએ ભાગ લીધો હતો. 2019ની ચૂંટણીમાં 3,447 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું.

દરેક સીટ પર સરેરાશ 15 ઉમેદવારો ચૂંટણી લડે છે. 2009ની ચૂંટણીમાં, કોઈપણ એક બેઠક પર મહત્તમ ઉમેદવારોની સંખ્યા 43 હતી અને લઘુત્તમ 3 હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં, કોઈપણ એક બેઠક પર ઉમેદવારોની મહત્તમ સંખ્યા 42 હતી અને લઘુત્તમ 2 હતી. હવે જો 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો એક સીટ પર સૌથી વધુ 185 ઉમેદવારો અને સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.

Back to top button